GSTV

આ નગરપાલિકાના પ્રમુખ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્તનો થયો ફિયાસ્કો

Last Updated on March 5, 2020 by

બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકા ખાતે આજે અવિશ્વાસની દરખાસ્ત મામલે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ સામે રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો. પાલનપુર નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર સામે ભ્રષ્ટાચાર અને વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે મામલે આજે નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના ૧૬ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપ્યા હતા. કુલ 44 સભ્યોમાંથી માત્ર 16 સભ્યોએ જ મત આપતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે.

READ ALSO

Related posts

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!