GSTV

સરકાર સામે સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવ : બહુમત અેક્કો સાબિત થશે

Last Updated on March 16, 2018 by Karan

ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસે શુક્રવારે લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી હતી. જો કે લોકસભામાં ભારે હંગામો થયા બાદ કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. જેને કારણે હવે અવિશ્વાસનો પ્રસ્તાવ સોમવારે લોકસભામાં લાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે આંકડા કહી રહ્યા છે કે વિપક્ષના એકજૂટ હોવા છતાં પણ મોદી સરકારને ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસના અવિશ્વાસના પ્રસ્તાવથી કોઈ ખતરો નથી.

ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસે શુક્રવારે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે. પરંતુ હંગામાને કારણે ગૃહની કાર્યવાહીને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસ, સીપીએમ, એઆઈએડીએમકે અને એઆઈએમઆઈએમ દ્વારા મોદી સરકાર વિરુદ્ધના ટીડીપી તથા વાઈએસઆર કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં વિપક્ષી દળોની વધતી સંખ્યાથી હવે એ પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે મોદી સરકારને 2014ના મે માસમાં સત્તામાં આવ્યા બાદ પહેલીવાર અવિશ્વાસના પ્રસ્તાવની રાજકીય અડચણ પાર કરવી પડે તેવી શક્યતા છે.

 

મોદી સરકાર પાસે લોકસભામાં એટલા આંકડા છે કે તેઓ પોતાના દમ પર અવિશ્વાસ પ્રસ્તાવની અડચણને પાર કરી લેશે. જો કે એનડીએના સાથીપક્ષ શિવસેનાએ હજી સુધી અવિસાસના પ્રસ્તાવ મામલે પોતાના પત્તા સ્પષ્ટ કર્યા નથી. કુલ મળીને અવિશ્વાસના પ્રસ્તાવથી મોદી સરકારને કોઈ ખતરો નથી પરંતુ વિપક્ષ આવા બહાને જ પોતાની શક્તિ અને પોતાની એકજૂટતાને વધુ મજબૂતાઈથી દર્શાવવાની કોશિશ જરૂરથી કરશે.

લોકસભામાં સરકાર વિરુદ્દ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહમાં પચાસ સાંસદોના ટેકાની જરૂર હોય છે. ટીડીપી પાસે લોકસભામાં 16 સાંસદો છે. જ્યારે વાઈએસઆર કોંગ્રેસ પાસે નવ સાંસદો છે.. આમ આંધ્રપ્રદેશની બે પાર્ટીઓ વચ્ચે કુલ 25 સાંસદો છે.. પરંતુ કોંગ્રેસ, ડાબેરીઓ અને અન્ય પક્ષોના સાથ આપવાને કારણે અવિશ્વાસ પ્રસ્તાવ માટે જરૂર કરતા વધારે વધારે સાંસદોનું સમર્થન હશે. કોંગ્રેસની પાસે લોકસભામાં 48 સાંસદો છે. એઆઈએડીએમકાના 37, સીપીએમના નવ અને એઆઈએમઆઈએમના એક સાંસદનો સાથ છે.

એનડીએ ગઠબંધનથી અલગ થયા બાદ ટીડીપીના સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે સંસદમાં જોરદાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. ટીડીપીએ સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કરતા ન્યાયની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં. ટીડીપીના સાંસદોએ ભાજપની આગેવાનીવાળી કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારા કરતા એનડીએથી તલાક-તલાક-તલાકના નારા પોકાર્યા હતા. મહત્વપૂર્ણ છેકે ટીડીપી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણી પર અડગ છે. બજેટ સત્રની શરૂઆતથી જ ટીડીપી સંસદમાં આવી માગણીને લઈને પ્રદર્શન કરી રહી છે. સંસદની અંદર પર ટીડીપીના સાંસદોએ પોતાની માગણીઓને લઈને કાર્યવાહીને બાધિત કરી છે. સંસદ અને સંસદની બહાર પાર્ટી તરફથી પ્રદર્શન થઈ રહ્યું છે. આ માગણી પર ટીડીપીને અન્ય પક્ષોનો સાથ પણ મળી રહ્યો છે.

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

મામલો વકર્યો / બરોડા ડેરી વિવાદ પહોંચ્યો છેક ગાંધીનગર, સી.આર.પાટીલના નિવાસસ્થાને સત્તાધિશોની બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!