શહેરના બિસ્માર રોડ રીસરફેસ કરવા પુરતુ ભંડોળ ના હોવાનું મ્યુનિ.તંત્ર દ્વારા હાઈકોર્ટમાં કહેવામાં આવ્યુ છે. શુક્રવારે રોડ કમિટીમાં અંદાજીત ભાવથી ૨૫ ટકા વધુ ભાવથી રોડના કામ આપવાની દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત મામલે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિ.તિજોરી ખાલી છે. કોન્ટ્રાકટરોએ કરેલા કામ પેટે કરોડો રૃપિયાના બીલના પેમેન્ટ કરી શકાતા નથી. આ પરિસ્થિતિમાં જોધપુર વોર્ડમાં જુદા-જુદા ટી.પી.રસ્તા રીસરફેસ કરવા નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને અંદાજીત ભાવથી ૨૫ ટકા વધુના ભાવથી કામ સોંપવામાં આવે છે.
ઉપરાંત બીટુમીનના ભાવમાં વધારો ચુકવવાની કોન્ટ્રાકટરની શરત પણ શાસકો દ્વારા મંજુર કરવામાં આવે છે. ચાંદલોડિયા વોર્ડમાં ફૂટપાથ અને સેન્ટ્રલ વર્જ સહિતના કામો અંદાજીત ભાવથી ૩૦ ટકા ઓછી રકમમાં આપવામાં આવે છે. આટલા ઓછા ભાવથી આપવામાં આવેલા કામોની ગુણવત્તા કેવી હશે એ સવાલ છે. રોડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈને પુછતા તેમણે કહ્યુ, રોડ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી તમામ દરખાસ્તો મંજુર કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત