GSTV

અેક TWEETથી જ સંપત્તિમાં 9,600 કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો

Last Updated on August 8, 2018 by Karan

ઈલેક્ટ્રિકલ વ્હિકલ બનાવવા માટે જાણીતી અમેરિકન કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે મંગળવારે ટ્વીટર પર કંપનીને વોલ સ્ટ્રીટથી બહાર કાઢીને પ્રાઈવેટ બનાવવાની વિચારણા ચાલી રહી હોવાની ઘોષણા કરી હતી. મસ્કે સાથે સાથે કહ્યું હતું કે આ માટે તે 420 ડોલર પ્રતિ શેરના ભાવથી ઈન્વેસ્ટર્સ પાસેથી શેર ખરીદશે.

શેરના ભાવોમાં સીધો 11 ટકાનો ઉછળો આવ્યો
આ ટ્વીટ બાદ ટેસ્લાના શેરના ભાવોમાં સીધો 11 ટકાનો ઉછળો આવ્યો હતો. જેના પગલે ટેસ્લાના શેરની કિંમત 397.57 ડોલર થઈ ગઈ હતી. જેનાથી મસ્કની સંપત્તિમાં સીધો 9600 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

ટેસ્લાના સૌથી વધારે શેર મસ્ક પાસે છે. એલન મસ્ક દુનિયાના 31મા સૌથી ધનિક વ્યક્તિ છે. જો તે ટેસ્લાને પ્રાઈવેટ કંપની બનાવવા માટે આગળ વધશે તો તે 420 ડોલર પ્રતિ શેરના હિસાબે 72 અબજ ડોલરના શેર પાછા ખરીદશે. મસ્કે કર્મચારીઓને પણ પત્ર લખીને કહ્યું છે કે પ્રાઈવેટ થવાના કારણે કંપનીનુ સંચાલન વધારે  સારી રીતે થઈ શકશે.

See more at: http:/

Related posts

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

Vishvesh Dave

હદ છે! લાલચની તમામ હદો વટાવી પેન્શન ઉપાડવા માટે વ્હીલચેરમાં લાશ સાથે બે લોકો પહોંચ્યા બેંક, આ રીતે થયો ખુલાસો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!