GSTV
Surat Trending ગુજરાત

સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા

મિલકત વેરા

સુરત મ્યુનિ.માં ઓકટ્રોયની નાબુદી બાદ આવકનો મુખ્ય સ્ત્રોત એવા મિલકત વેરાની કામગીરી વધુ સઘન બનાવવા માટે મ્યુનિ. કમિશનરે તાકીદ કરી છે. મિલકતમાં રિવિઝન આકારણની કામગીરી ધીમી હોય તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રિવિઝન આકારણી પર વધુ ધ્યાન આપવા માટેની સૂચના આપી છે.

મિલકત વેરા

સુરત મહાનગરપાલિકા મિલકત વેરાની આવક ઉપરાંત સરકારમાંથી મળતી વિવિધ ગ્રાન્ટના કારણે સુરતના વિકાસના કામો થઈ રહ્યાં છે. સુરત માટે મિલકત વેરાની આવક ઘણી જ મહત્વની હોવાથી મિલકતની રિવિઝન આકારણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, આ વર્ષે રિવિઝન આકારણીમાં થોડી ઢીલાસ થઈ રહી હોવાની ફરિયાદ સાથે મ્યુનિ. કમિશ્નરે વિભાગના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિવિઝન આકારણી ની કામગીરીમાં કોઈ પ્રકારે ઢીલાસ સાંખી શકાશે નહીં. જે ઝોનની રિવિઝન આકારણી બાકી છે તે આકારણી વહેલી તકે પુરી કરવા માટે સુચના આપી છે. હાલમાં સુરત મ્યુનિ.માં 1650 કરોડની મિલકત વેરાની ડિમાન્ડ સામે માંડ 1275 કરોડના જ બિલ ઈસ્યુ થયાં છે. તેથી રિવિઝન આકારણી ઝડપભેર પુરી કરીને બિલ ઇસ્યુ કરી દેવા માટે પણ સુચના આપવામા આવી છે.

સુરત મ્યુનિ.એ ગત નાણાકીય 1650 કરોડનું મિલ્કત વેરાનું માગણું હતું પરંતુ આ વર્ષે રિવિઝન આકારણીમાં 50 હજારથી વધુ મિલકત ઉમેરાઈ છે. તેના કારણે આગામી વર્ષે પાલિકાનું મિલ્કત વેરાનું માગણું 1700 કરોડની ક્રોસ કરી જાય તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah
GSTV