GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

અમદાવાદીઓ માટે ખુશખબર : 31મી જુલાઈ સુધી પ્રોપર્ટી ટેક્સ ભરશો તો આટલા ટકા મળશે રિબેટ

પ્રોપર્ટી ટેક્સ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો તા. 31મી જુલાઈ સુધી આગોતરો પ્રોપર્ટી ટેક્સ ભરી દેનાર કોમર્શીયલ મિલકતના માલિકોને 30 ટકા રિબેટ મળશે, જ્યારે ઓગસ્ટમાં ભરનારને 20 ટકાની રાહત મળશે. મ્યુનિ.એ 10 ટકા રિબેટ જાહેર કર્યા હતા તેમાં સરકારે બીજા 20 ટકાની જાહેરાત કરતાં આંકડો 30 ટકાએ પહોંચ્યો છે. જ્યારે સરકારે રહેણાંકમાં 10 ટકાની જાહેરાત કરી હતી તેનો આશ્ચર્યજનક રીતે પરિપત્રમાં ઉલ્લેખ ના હોવાથી તેમાં 10 મ્યુનિ.એ જાહેર કરેલ રિબેટ જ મળશે.

ટેક્સમાં સૌથી મોટો ગૂંચવાડા ભર્યો પ્રશ્ન

જોકે તા. 30મી જૂને મુદ્દત પૂરી થતી હતી તેમાં એક મહિનો ઉમેર્યો છે અને 31મી સુધી 10 ટકાની રાહત રહેણાંકની મિલકતમાં મળશે. જોકે ટેક્સની બાબતમાં સૌથી મોટો ગૂંચવાડા ભર્યો પ્રશ્ન હોય તો તે મિલકતના ખાલી-બંધના લાભનો છે. અગાઉ નાગરિક તેની મિલકત છેલ્લાં બે વર્ષથી બંધ હોય અને તેના પુરાવારૂપે વીજળી કંપનીના બિલો મુકે તો તે બાબત ગ્રાહ્ય રાખીને મિલકત બંધ ગણી ટેક્સમાં 67 ટકા ઘટાડો કરી અપાતો હતો.પરંતુ અગાઉના કમિશનરે એવી કડક સૂચના આપી હતી કે એપ્રિલના પ્રારંભના અઠવાડિયામાં જે મિલકત ધારક અરજી કરે તેને તે વર્ષનો જ લાભ મળે, જો મિલકતના માલિક નવેમ્બરમાં અરજી કરે તો પાંચ મહિનાનો જ લાભ મળે.

પ્રોપર્ટી ટેક્સ

અરજીઓ ધૂળ ખાય છે

પાછલા વર્ષોનો લાભ તે સમયે અરજી ના થઈ હોય તો આપવાનો નહીં. આ અચાનક અપાયેલી સૂચનાના કારણે ઘણા લોકોએ અરજીઓ કરી છે, જે ધૂળ ખાય છે. બીજી તરફ ભાજપના હોદ્દેદારો સમક્ષ પણ આ અંગે વારંવાર રજૂઆતો આવતી રહે છે. આગામી પાંચેક મહિના પછી ચૂંટણી આવતી હોવાથી લોકોની નારાજગી દૂર કરવા આ કડક કરાયેલા નિયમમાં સુધારો થશે તેમ પણ જણાય છે. આ ઉપરાંત ટેક્સના બિલો વહેંચવામાં વિલંબ થાય અને બિલ ભરવાની તારીખ જતી રહી હોય તો મિલકત ધારકને 18 ટકાનું ઊંચું વ્યાજ ભરવું પડે છે.

આ વ્યાજદર બહું જ ઊંચા હોવાથી તે ઘટાડવા સ્ટેન્ડિંગ કમિટીમાં અગાઉ ઠરાવ પણ થયેલ છે અને રજૂઆતો પણ થયેલી છે. જેના જવાબમાં સરકારે તમે ધારો ત્યારે તેમા રિબેટ આપી શકો તેમ જણાવ્યું હતું. જેના કારણે વ્યાજમાં 50 ટકા રાહતની સ્કીમ જાહેર થતી હોય છે. એ સ્કીમ પણ અગાઉના એક વર્ષે કમિશનરે બંધ કરી દેવડાવી હતી. જેની સામે લોકોમાં ભારે ઉહાપોહ પણ થયો હતો.

Read Also

Related posts

મેઘાનું રૌદ્ર સ્વરૂપ: દ્વારકાનાં ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો, સાંબેલાધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર

pratik shah

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!