ઉત્તર પ્રદેશનાં પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિપૂજન સમારોહ પછી, સ્થાવર મિલકતની કિંમતો બમણી થઈ ગઈ છે અને વધુને વધુ લોકો આ પવિત્ર શહેરમાં જમીન અને પ્રોપર્ટી ખરીદવા ઇચ્છી રહ્યા છે.
રામ મંદિર ભૂમિપૂજન બાદ ઊંચકાયા ભાવ
ગયા વર્ષે, સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ શ્રધ્ધાળુંઓની ધાર્મિક માન્યતા અનુસાર, રામજન્મભૂમિ ખાતે મંદિરના નિર્માણનો રસ્તો સાફ કર્યા પછી જ જિલ્લામાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થવા લાગ્યો હતો. અને આ વર્ષે ઓગસ્ટમાં ભૂમિપૂજન પછી, કિંમતોમાં ઝડપથી વધારો શરૂ થયો છે.

પ્રોપર્ટીના ભાવમાં 30-40 ટકાનો વધારો
શહેરમાં પ્રોપર્ટી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે સરકાર દ્વારા જમીનનો મોટો હિસ્સો વિકાસ કાર્યો માટે હસ્તગત કરવામાં આવ્યો છે, તેથી સ્થાવર મિલકતની મર્યાદિત ઉપલબ્ધતા છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી, પ્રોપર્ટીના ભાવમાં 30-40 ટકાનો વધારો થયો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 5 ઓગસ્ટે ભૂમિપૂજન કર્યા બાદ કિંમતોમાં બમણો વધારો થયો છે.

હાલ જમીનની કિંમત શું છે?
ગયા વર્ષથી અયોધ્યામાં પ્રોપર્ટીના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. ગયા વર્ષે અયોધ્યાની બહારનાં વિસ્તારમાં ચોરસ ફૂટ દીઠ 400-500 રૂપિયાના દરે ઉપલબ્ધ મિલકત હવે 1000-1500 રૂપિયા સુધી વેચાઇ રહી છે. અયોધ્યાની મધ્યમાં જમીનની ઉપલબ્ધતા મર્યાદિત છે અને તેની કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ. 2,000 થી 3,000 ની વચ્ચે છે. અયોધ્યામાં અવધ યુનિવર્સિટીના પ્રોફેસર વિનોદકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે જમીનનાં ભાવ આસમાને પહોંચ્યા છે અને ઘણા મોટા વેપારીઓથી માંડીને સામાન્ય લોકો અયોધ્યામાં જમીન ખરીદવા માંગે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની માંગ, ગ્રાહકો ૨૦૦૦ કરોડના ખર્ચબોજાથી મુક્ત થશે
- સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે
- Johnson And Johnsonના ઉત્પાદન પર પ્રતિબંધ! પાવડરમાં ઝેરી રસાયણો ભેળવવાનો આરોપ, કંપનીને 15 હજાર કરોડનો દંડ
- સલમાન રશ્દી પર જીવલેણ હુમલો કરનારની થઇ ઓળખ; વેન્ટિલેટર પર છે લેખક, એક આંખ ગુમાવવાનો ખતરો
- ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો