GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

દુનિયાના પહેલા ફ્રેમલેસ ટીવીની તસવીરો થઈ ગઈ લીક, CES 2020 માં થઈ શકે છે લૉન્ચ

સેમસંગ CES 2020 માં દુનિયાની પહેલી ટ્રૂ વેઝલ-લેસ કે ફ્રેમલેસ ટીવી લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે તાજેતરમાં લૉન્ચ પહેલાં જ સેમસંગના અપકમિંગ ટ્રૂ બેઝલ લેસ 8K TV ની કથિત પહેલી તસવીર લીક થઈ ગઈ છે, આ લીક ઈમેજને સેમસંગના ટીવી માટે માર્કેટિંગ મટિરિયલ કહેવામાં આવ્યું છે. આ તસવીરમાં જોવા મળે છે કે, આ ટીવીની સાઇડ્સમાં કોઇ બેઝલ્સ નથી. જોકે નીચે થોડું બેઝલ જોવા મળે છે. સાથે-સાથે ફોટોમાં તેની “નો ગેપ વૉલમાઉન્ટ” ડિઝાઇનને પણ જોઇ શકાય છે.

આ કથિત તસવીરો જર્મન બેઝ્ડ વેબસાઇટ 4KFilme ના હવાલાથી સામે આવી છે. આ તસવીરથી ખબર પડે છે કે, અપકમિંગ બેઝલ લેસ 8K Tv ની ડિઝાઇન સેમસંગના વૉલ ટીવીથી લેવામાં આવી છે, અત્યારે સેમસંગ તરફથી બેઝલ લેસ 8K Tv વિશે કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે રિપોર્ટ્સમાં દાવો છે કે, તેને આધિકારિક રૂપે Q900T અથવા Q950T નામથી ઉતારવામાં આવશે.

ચર્ચા એવી પણ છે કે, સેમસંગ પહેલાં ટ્રૂ બેઝલ-લેસ 8K TV માં ઈન-હાઉસ વન કનેક્ટ બૉક્સ ડિઝાઇન મળશે. આ બિલ્ટ-ઈન ટીવી ટ્યૂનત સાથે મીડિયા રિસીવર તરીકે કામ કરશે. તેનાથી કંપનીના હાઈ-એન્ડ ટીવીની જેમ તેમાં વન-કનેક્ટ ફંક્શનનો સપોર્ટ મળશે. આ સિવાય CES 2020 માં લાંબા સમયથી રાહ જોવાતા ટ્રૂ બેઝલ લેસ 8K TV સાથે ઘણાં 4K TV મૉડલ્સ પણ લૉન્ચ કરવામાં આવશે.

અપકમિંગ 8K TV વિશે વાત કરવામાં આવે તો, સેમસંગે 8K TVs માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ લૉન્ચ કરવા માટે 8K એસોશિએશન સાથે ભાગીદારી કરી છે. ઉલ્લેખનિય છે કે, કોઇપણ કંપનીની પ્રોડક્ટને 8K TV તરીકે સર્ટિફિકેટ મેળવવા માટે જે ક્રાઇટેરિયા છે, તેમાં ઓછામાં ઓછા 7,680 x 4,320 પિક્સલ રિઝોલ્યૂશન, 600 nits કરતાં વધારેની પિક બ્રાઇટનેસ, HDMI2.1 સ્ટાન્ડર્ડ પર ઈમેજ ટ્રાન્સમિશન અને HVEC સપોર્ટ શામેલ છે. જો એકવાર કોઇ પ્રોડક્ટ 8KA દ્વારા સર્ટિફાઇ કરી દેવામાં આવે તો, કોઇપણ કંપની તેમની પ્રોડક્ટને 8K પ્રોડક્ટ તરીકે માર્કેટિંગ કરી શકે છે.

Read Also:

Related posts

લો બોલો! સેન્ટ્રલ જેલનાં આરોપીઓ લઈ રહ્યા છે સેલ્ફી, તંત્રની ઘોર બેરદરકારી આવી સામે

pratik shah

હોટલોએ 1 જૂનથી સરકાર પાસે કરી નવી ડિમાન્ડ, મંજૂરી મળી તો આટલા વાગ્યા સુધી ઘરેબેઠા મળશે ભોજન

Nilesh Jethva

1000 બેડમાં 551 જ ભરાયેલા છતાં SVPની સ્પષ્ટ ના, હવે કન્ટેન્મેન્ટઝોનથી આ વિસ્તારમાં પ્રસર્યો કોરોના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!