GSTV
Home » News » ચૂંટણીનો પ્રતાપઃ સરકારે કેબિનેટ પ્રધાનનું કદ વધાર્યું અને રેકોર્ડ તોડી નાખ્યો

ચૂંટણીનો પ્રતાપઃ સરકારે કેબિનેટ પ્રધાનનું કદ વધાર્યું અને રેકોર્ડ તોડી નાખ્યો

ગુજરાતમાં વિજય રૂપાણીએ અત્યાર સુધીમાં ભાજપની સરકારમાં બંનેલા પ્રધાન પદનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં મોદી સરકારમાં 21 પ્રધાનોનો રેકોર્ડ હતો. જે હવે રૂપાણીએ 24 પ્રધાનો બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે રૂપાણી સરકારમાં ખાતાઓ કરતાં પ્રધાનોની સંખ્યા વધી ગઈ છે.

૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ મુખ્યપ્રધાને ગુજરાત રાજ્યના સોળમાં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યપ્રધાન પદે લગભગ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણીએ ત્રીજી વખત પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યુ. ત્રીજી વખત કરાયેલા વિસ્તરણ બાદ હવે રૂપાણી સરકારમાં જમ્બો પ્રધાનમંડળ બન્યું છે. રૂપાણી સરકારમાં હવે પ્રધાનોની સંખ્યા વધીને 24 થઈ છે. આ સાથે જ રૂપાણીએ ગુજરાતની સ્થાપના 1960થી લઈ અત્યાર સુધીના સૌથી વધુ પ્રધાનો ધરાવતી સરકાર બનાવી છે.

અત્યાર સુધી સૌથી વધુ પ્રધાનો રાખવાનો રેકોર્ડ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો હતો. વર્ષ 2002થી 2014 સુધી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા. 2002માં મોદી સરકારમાં 17 પ્રધાનો હતા. વર્ષ 2007માં 19 પ્રધાનો હતા. જ્યારે 2012માં મોદી સરકારમાં 21 પ્રધાનો હતા. હવે 2019માં રૂપાણી સરકારમાં પ્રધાનમંડળનું કદ વધીને 24 થયું છે.

જેમ જેમ સરકારમાં અસ્થિરતાં અને અસંતોષ વધે તેમ તેમ નવા પ્રધાનો ઉમેરવા પડે. રૂપાણીએ ઓગસ્ટ 2016માં સરકાર બનાવ્યા પછી એક જ વર્ષના ટુંકા ગાળામાં બે વખત પ્રધાનમંડળનું વિસ્તરણ થયું હતું. અને હવે ત્રીજી વખત વિસ્તરણ કરીને 24 પ્રધાન રાખવા પડે તેવી સ્થિતી આવી ગઈ. જે સરકારમાં અસ્થિરતાંની નિશાની છે. હાલમાં રૂપાણી સરકાર એવી પરિસ્થિતિમાં આવી છે કે ખાતા કરતાં પ્રધાનો વધી ગયા છે.

Related posts

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

આ મુસ્લીમે કહ્યું ‘જો અયોધ્યાનો ચૂકાદો હિંદુઓની તરફેણમાં ન આવ્યો તો સરકારે કાયદો ઘડી મંદિરનું નિર્માણ કરવું જોઈએ’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!