GSTV
Home » News » સરકાર બદલાતાં પલટાઈ ગઈ ગેમ : અબજો રૂપિયા દાવ પર લાગ્યા, ભાજપના તમામ પ્રોજેક્ટો પર ઉદ્ધવ ઠાકરેએ લગાવી બ્રેક

સરકાર બદલાતાં પલટાઈ ગઈ ગેમ : અબજો રૂપિયા દાવ પર લાગ્યા, ભાજપના તમામ પ્રોજેક્ટો પર ઉદ્ધવ ઠાકરેએ લગાવી બ્રેક

શિવસેનાની સત્તા આવતાની સાથે જ ફડણવીસ સરકાર દ્વારા કરેલા નિયમો અને યોજનાએ તથા પ્રોજેક્ટ પર સમીક્ષા શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ છેલ્લા છ મહિનામાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર દ્વારા મંજૂર કરેલા તમામ પ્રોજેક્ટ્સ / દરખાસ્તોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. હવે પ્રોજેક્ટોને ફરી મંજૂરી મળે કે નહીં પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી તમામ કંપનીઓના કરોડો રૂપિયા દાવ પર લાગી ગયા છે. ભાજપ સરકારમાં પાસ કરેલી તમામ મંજૂરીઓ હવે શિવસેના સરકાર પાસેથી ફરી લેવી પડશે. ઘણી મોટી કંપનીઓના અડધાથી વધુ પૈસા આ પ્રોજેક્ટસમાં લગાવી ચૂકી હશે. હવે સરકાર બદલાતાં નવી ગિલ્લી નવો દાવ જેવી સ્થિતિ પેદા થઈ છે.

તમામ યોજનાઓની સમીક્ષાના આદેશો થયા

ઠાકરેએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી મહાગઠબંધન સરકાર આ યોજનાઓને મંજૂરી નહીં આપે ત્યાં સુધી તેને લાગુ કરવામાં નહીં આવે. શિવસેના પહેલા પણ રાજ્યમાં ફડણવીસ સરકારની યોજનાઓની ટીકા કરતી હતી. તેમ, સરકારની રચના થઈ ત્યારથી ઉદ્ધવ હવે તે તમામ યોજનાઓની સમીક્ષા કરી રહ્યા છે. આ અગાઉ તેણે મુંબઈ મેટ્રો માટેના કાર શેડનું કામ પણ બંધ કરાવી દીધું હતું. રવિવારે ઉદ્ધવે કહ્યું હતું કે, “મેં અધિકારીઓને આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ પર કામ બંધ કરવા આદેશ આપ્યો છે. હાલમાં, મેટ્રોના કામ પર કોઈ પ્રતિબંધ નથી, સરકારના આગામી આદેશ સુધી. કોઇ જ કામ નહીં થાય ‘

100 ટકા પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ માટે જ ચૂકવણી કરવામાં આવશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા પણ સીએમ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું, ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ખેડુતો અને આદિવાસીઓના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો છે, જેની જમીન સંપાદન કરવાની રહેશે. આ સરકાર સામાન્ય માણસની છે. અમે બુલેટ ટ્રેન (પ્રોજેક્ટ)ની સમીક્ષા કરીશું. એક વરિષ્ઠ અમલદારે જણાવ્યું હતું કે, 100 ટકા પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ માટે જ ચૂકવણી કરવામાં આવશે. બીજી યોજનાઓ પર સરકાર તરફથી સૂચના મળ્યા પછી જ બાકી રકમ ચૂકવવામાં આવશે.

5 મોટા પ્રોજેક્ટોની થશે સમીક્ષા

રાજ્યની અમલદારશાહીના સૂત્રોએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત મુંબઇ-નાગપુર સમૃદ્ધિ કોરિડોર (રૂ.46,૦૦૦ કરોડ કિંમત ), દક્ષિણ મુંબઈને પશ્ચિમ ઉપનગરો જોડતી તટીય પરીયોજના (રૂ. 12,૦૦૦ કરોડ કિંમત), વર્સોવા-બાંદ્રા સી લિંક . થાણે ક્રીક પર પ્રોજેક્ટ (રૂ.8,000 કરોડ) સહિતના તમામ ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંદોલનકારીઓના કેસ પાછા લેવાશે

દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં નાણારા રિફાઇનરી પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ વિરુદ્ધના તમામ કેસો પાછા ખેંચી લીધા છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે તેના આદેશો જાહેર કર્યો હતો. નોંધનીય છે કે શિવસેના પહેલાથી જ રાજ્યના રત્નાગીરી જિલ્લાના નાણારમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સૂચિત પ્રોજેક્ટની વિરુદ્ધ હતી.

Related posts

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah

દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની તાજપોશી કાર્યક્રમમાં નીતિન પટેલ ગેરહાજર રહેતા સર્જાયા અનેક તર્ક વિતર્ક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!