GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

મહારાષ્ટ્રમાં મોદીના ડ્રિમ પ્રોજેક્ટને ગ્રહણ, ઉદ્ધવ સરકારે ગણાવ્યો સફેદ હાથી સમાન

મુંબઈ સહિત રાજ્યમાં કાર્યરત પ્રગતિના પંથે વિકાસના કામના પ્રોજેક્ટથી સમીક્ષા સંબંધે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને ઉદ્ધવ ઠાકરેને દિવસભર સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં રાજ્યમાં કયા પ્રોજેક્ટ શરૂ છે. તેની શું પરિસ્થિતિ છે. તે પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી કેટલો ખર્ચ કરાયો છે. આ પૈકી કયા પ્રોજેક્ટને પ્રાધાન્ય આપીને પૂર્ણ કરવાની જરૂર છે. આ બાબતે મુદ્દાસર બેઠકમાં સમીક્ષા કરાઈ હતી. આ બેઠક ખુદ મુખ્યપ્રધાને બોલાવી હતી. તેમાં સર્વ પ્રધાન તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા. જેમાં મેટ્રો પ્રોજેક્ટ માટે અશ્વિની ભીંડે ઉપસ્થિત હતા. આ બેઠકમાં મેટ્રો, સમૃદ્ધી મહામાર્ગ, બુલેટ ટ્રેન સહિત વિવિધ પ્રોજેક્ટ પર ગંભીર ચર્ચા કરી હતી.

તમામ પ્રોજેક્ટની જાણકારી લીધી હતી. પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સફેદ હાથ સમાન છે. એવો મત પ્રધાન છગન ભુજબળે વ્યક્ત કર્યો હતો. શહેર તથા રાજ્યમાં કાર્યરત વિવિધ વિકાસના પ્રોજેક્ટને સ્થગિતી આપવાનો મુખ્યપ્રધાન ઠાકરેનો નિર્ણય નથી. માત્ર પ્રોજેક્ટ સંબંધીની જાણકારી મેળવવી જરૂર હતી. આથી સમીક્ષા બેઠક યોજી હોવાનો દાવો પ્રધાન એકનાથ શિંદેએ કર્યો હતો.

મહારાષ્ટ્રના માથે ૪ લાખ ૭૧ હજાર કરોડ રૂપિયાનું કર્જ છે. એનો વિવિધ કાર્યરત પ્રોજેક્ટમાં ૨ લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. આથી આ બાબતે સમીક્ષા બેઠક લેવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં કયા પ્રોજેક્ટને પ્રથમ પ્રાધાન્ય આપવુ જરૂરી છે. કયા પ્રોજેક્ટ વિલંબથી શરૂ કરી શકાય એવી જાણકારી બેઠકમાં લીધી હતી. ગત સરકારે કર્જમાફી સીધી આપી નથી. આથી લોકોમાં સંતોષ થયો નથી. તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું લોકોના મનમાં છે. આથી અમે તેઓને રાહત આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમ પ્રધાન જયંત પાટીલે જણાવ્યું હતું.

READ ALSO

Related posts

ભારતની LAC પર ચીને ગોઠવ્યું છે લશ્કર, અમેરિકાએ આપી આ ચેતવણી

Mansi Patel

1% વ્યાજ પર લોન મળશે, તાળાબંધીમાં રોકડ ખેંચમાં લોન મેળવવી અહીંથી ખૂબ જ સરળ છે

Dilip Patel

ટ્રાયલના બીજા તબક્કામાં કોરોના રસી 99% અસરકારક સાબિત, રશિયાને લાગી લોટરી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!