GSTV
India News ટોપ સ્ટોરી

વાઘ અને હાથીઓના સંવર્ધન બાદ હવે એશિયાઈ સિંહોની સુરક્ષા માટે પ્રોજેક્ટ લાયન શરૂ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર પણ ભાર મુક્યો હતો. તો સાથે સાથે, મોદીએ પોતાના સંબોધનમાં કોરોના કાળમાં કોરોના વોરિયર્સ બજાવેલી ફરજથી માંડીને કૃષિક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સુધીની વાત કરી હતી. વડાપ્રધાને વિસ્તારવાદથી માંડીને વિશ્વકલ્યાણ ભાવના માટે ભારતની મહત્વની ભૂમિકા હોવાનું કહ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત જે નક્કી કરે છે તેને પૂર્ણ કરે છે.

સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર ભાર અપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી એશિયાટિક સિંહોના સુરક્ષા અને સંવર્ધન પર ભાર મુક્યો. વડાપ્રધાન કહ્યુ કે, સફળતા પૂર્વક પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલીફન્ટ બાદ હવે પ્રોજેક્ટ લાયનની શરૂઆત થશે. જેમાં એશિયાટિક સિંહોની રક્ષા, સુરક્ષા પર ભાર મુકાશે.

એશિયાઈ સિંહ

વિસ્તારવાદને લઈને વ્યક્ત કરી ચિંતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારવાદને લઈને લાલ કિલ્લા પરથી ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યુ કે ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતુ હતુ. તે સમયે પણ વિસ્તારવાદના પ્રયત્નો થયા હતા. અને વિસ્તારવાદને લઈને જ બબ્બે વિશ્વ યુદ્ધ થયા. અને તેમાં માનવ અને માનવતાની ખુવારી થઈ હતી. જોકે તે સમયે પણ ભારત સ્વતંત્રતાની લડત લડતુ હતુ.

આત્મનિર્ભર ભારત 130 દેશવાસીઓનો સંકલ્પ

લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા આત્મનિર્ભર ભારત પર ભાર મુક્યો હતો. તેઓએ કહ્યુ કે કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓને આત્મ નિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આત્મ નિર્ભર શબ્દ દેશવાસીઓના મન-મસ્તિક્સમાં છવાયેલો છે. આજે આત્મનિર્ભર માત્ર શબ્દ નથી પરંતુ 130 કરોડ દેશાવસીઓનો મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઈન્ટર કનેક્ટ છે. તેથી સમયની માંગ છે કે, વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનું યોગદાન થવુ જોઈએ અને તેમાટે ભારતે આત્મનિર્ભર બનવુ જ પડશે. તેમણે કહ્યુ કે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કર્યુ છે. અને કૃષિ ક્ષેત્રને આત્મ નિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

પીએમ મોદી લાલકિલ્લા પર પહોંચતા પૂર્વે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણોમાં શિશ ઝુકાવ્યુ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ લાલકિલ્લા પર પહોંચ્યા. જ્યાં તેમણે સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. ગાર્ડ ઓફ ઓનર સમયે સેનાના ત્રણેય પાંખના જવાનો મોઢે માસ્ક સાથે જોવા મળ્યા. અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થતુ જોવા મળ્યુ.

MUST READ:

Related posts

માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Bansari Gohel

મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ

Bansari Gohel

BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ

pratikshah
GSTV