GSTV
Ahmedabad Trending ગુજરાત

કોરોના વાયરસની અસર ભગવાનને પણ થઈ, ગુજરાતના આટલા મંદિરોમાં વિવિધ કાર્યક્રમો મોકૂફ

કોરોના

ગુજરાતમાં કોરોના વાયરસને લઇને અનેક જાહેર સમારંભો તેમજ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે સાવચેતીના ભાગરૂપે મંદિરો તેમજ તીર્થસ્થાનોમાં પણ વિવિધ કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રાજ્ય તેમજ વિદેશના મંદિરોમાં કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.

મંદિરોમાં કાર્યક્રમો બંધ

સ્વામિનારાયણ સંપ્રદાયસંખ્યા
વડતાલ૧૫
મણિનગર ગાદી સંસ્થાન૩૦
કાળુપુર૭૫
બીએપીએસ૨૫૦
કુમકુમ
મંદિરોમાં કાર્યક્રમો બંધ
સંપ્રદાયસંખ્યા
ઇસ્કોન૧૫૦

જે અંતર્ગત વડતાલ તાબા હેઠળના 15 મંદિરો, મણિનગર ગાદી સંસ્થાનના 30 મંદિરો, કાળુપુર તાબા હેઠળના 75 મંદિરો, બીએપીએસના 250 મંદિરો, કુમકુમ સ્વામિનારાયણ મંદિર તેમજ વિવિધ દેશોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં રોજીંદા કાર્યક્રમો બંધ રહેશે. આ ઉપરાંત ઇસ્કોનના પણ અંદાજે 150 જેટલા મંદિરોના કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મંદિરોમાં આયોજીત થનારા સભા સહિતના વિવિધ કાર્યક્રમો હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી  મળી આઝાદી

Nakulsinh Gohil

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ

Hardik Hingu
GSTV