GSTV

દુર્લભ બિમારી/ ના દાંત, ના માથા પર વાળ! 18 વર્ષની ઉંમરમાં જ આ યુવતી બની ગઇ 144 વર્ષની વૃદ્ધ!

18

Last Updated on July 22, 2021 by Bansari

હોલીવુડ સુપરસ્ટાર બ્રેડ પિટે થોડા વર્ષો પહેલા એક ફિલ્મ ક્યુરિયસ કેસ ઓફ બેંજામિન બટનમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં બ્રેડના કિરદારનો જ્યારે જન્મ થાય છે તો તે વૃદ્ધ હોય છે અને જ્યારે તેનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે એક નવજાત શિશુમાં તબદીલ થઇ જાય છે. કંઇક આવી જ સ્ટોરી અશાંતિ સ્મિથની છે.

ઇંગ્લેન્ડના વેસ્ટ સસેક્સમાં રહેતી સ્મિથને દુનિયાનુ્ં સૌથી દુર્લભ સિંડ્રોમ છે. સ્મિથને હચિનસન ગિલફોર્ડ પ્રોગેરિયા સિંડ્રોમ છે જેના કારણે તે જ્યારે એક વર્ષ પુરુ કરે છે તો તેનું શરીર આઠ વર્ષ વધી ચુક્યુ હોય છે. તેના કારણે 18 વર્ષની સ્મિથનું શરીર 144 વર્ષના શખ્સ જેવુ થઇ ચુક્યું છે.

આ હતાં સ્મિથના અંતિમ શબ્દો

17 જુલાઇએ સ્મિતનું મોત થઇ ચુક્યું છે. તેની ઉંમર ફક્ત 18 વર્ષની હતી પરંતુ તેને જોઇને કોઇ કહી ન શકે તે 18 વર્ષની યુવતી છે. સ્મિથનું જ્યારે મોત થયું તો તેના 33 વર્ષીય પિતા શેન વિકેન્સ, તેની મા અને 25 વર્ષની મિત્ર કાર્ટરાઇટ તેની સાથે હતાં. સ્મિથે પોતાની માતાને અંતિમ શબ્દોમાં કહ્યું હતું કે- હવે તમારે મને જવા દેવી પડશે.

સ્મિથની માતાએ કહ્યું કે પ્રોગેરિયાથી તેની મોબિલીટી પર ફરક પડ્યો પરંતુ લાઇફને લઇને તેના ઉત્સાહમાં કોઇ ફરક ન આવ્યો. ગંભીર સિંડ્રોમ હોવા છતાં તે પોતાની પરિસ્થિતિને લઇને વિચલિત ન થઇ. તે પોતાના દિલની વાત અમને જણાવતી હતી. તેનો વિલપાવર ખૂબ જ સ્ટ્રોંગ હતો. હું તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેણે પોતાની હિંમતથી લોકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું.

સ્મિથે તાજેતરમાં જ ઉજવ્યો પોતાનો 18મો બર્થ ડે

જો કે 144 વર્ષનું શરીર હોવા છતાં સ્મિથ પોતાના મિત્રો સાથે રિલેક્સ કરતી હતી. મે મહિનામાં તેણે પોતાનો 18મો જન્મ દિવસ ઉજવ્યો હતો અને તે દરમિયાન તેણે પોતાની ફેવરેટ કોકટેલ ડ્રિંકનો આનંદ પણ માણ્યો હતો.

18

સાથે જ આ મામલે વાત કરતાં કાર્યરાઇટે કહ્યું કે સ્મિથની જેવી સ્થિતિ હતી, તેના કારણે તે ક્યારે માનસિક રીતે નકારાત્મક ફીલ કરતી ન હતી. તે ખૂબ જ નોર્મલ હતી. તેનું શરીર ભલે 100 વર્ષથી વધુ હતું પરંતુ તેનું મન તો 18 વર્ષનું જ હતુ.

18

જણાવી દઇએ કે બ્રેડ પિટની ફિલ્મ આવ્યા બાદ આ દુર્લભ કંડીશન પ્રોગેરિયાને બેંજામિન બટન કંડીશન પણ કહેવામાં આવ્યુ. આ ખૂબ જ દુર્લભ સિંડ્રોમ છે. પરંતુ કોઇપણ બાળકમાં તે બે વર્ષની ઉંમરથી જ ખબર પડી જાય છે. સામાન્ય રીતે આ સિંડ્રોમમાં બાળકના વાળ ખરવા લાગે છે, ગ્રોથ અટકી જાય છે અને સામાન્ય રીતે આ કંડીશન સામે ઝઝૂમી રહેલા બાળક 14 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!