GSTV
Gujarat Government Advertisement

શિક્ષણ જગતમાં અનોખી પહેલ, ગુજરાતની આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આગામી સત્રથી 1 કલાક વધુ ભણાવશે પ્રોફેસર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

Last Updated on April 4, 2020 by Ankita Trada

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનના તેમજ કોલેજના પ્રોફેસરોએ અનોખો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જૂનથી શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રમાં 1 કલાક વધુ ભણાવવાનો નિર્ધાર કર્યો છે. સરકાર 21 દિવસનો પગાર ઘરમાં બેઠા હોવા છતાં આપવાની છે, ત્યારે તેનું વળતર ચૂકવવા નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને એક કલાક વધુ ભણાવવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કર્યો છે.

પ્રોફેસરોએ એક નવી જ પહેલ

વધુમાં ટીચિંગ જ નહીં, પરંતુ નોન ટીચિંગ સ્ટાફ પણ વધુ સેવા આપશે. આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિએ કહ્યું હતું કે, સમાજ જેને રોલમોડલ તરીકે ઓળખે છે તે પ્રોફેસરોએ એક નવી જ પહેલ કરી છે. કુલપતિનાં જણાવ્યાં અનુસાર પ્રોફેસરોનું માનવું હતું કે, સરકાર 21 દિવસનો પગાર ઘરે બેઠા આપતી હોય તો આપણે પણ કંઈક નવું કરવું જોઈએ અને આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી જૂન માસથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પ્રોફેસરો 5 કલાકને બદલે 6 કલાક ફરજ બજાવશે. જેથી કરીને વિદ્યાર્થીઓને પણ દરરોજ એક કલાકનું શિક્ષણ વધુ મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!