GSTV
Baroda Trending ગુજરાત

કચવાટ/ પ્રમોશન અને સાતમા પગાર પંચનો લાભ લેવા અધ્યાપકોએ પાસ કરવી પડશે આ પરીક્ષા, સરકારે ફરજિયાત કર્યો નિયમ

પરીક્ષા

એમ.એસ.યુનિવર્સિટી સહિતની બીજી યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો માટે પ્રમોશન અને સાતમા પગાર પંચનો લાભ મેળવવા માટે સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાના નિયમ સામે અધ્યાપક આલમમાં કચવાટ જોવા મળી રહ્યો છે.અધ્યાપક સંગઠન રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના ગુજરાત એકમનુ કહેવુ છે કે, કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ અધ્યાપકોને પ્રમોશન મળતુ હોય છે પણ ગુજરાત સરકારે એવી શરત મુકી છે કે, જે અધ્યાપકે સીસીસી પ્લસની કોમ્પ્યુટર પરીક્ષા તેમજ હિન્દીની પરીક્ષા પાસ કરી હોય તેમને જ પ્રમોશન અને સાતમા પગાર પંચનો લાભ મળશે.પરંતુ યુજીસીની જે ગાઈડલાઈન છે તેમાં આવો કોઈ ઉલ્લેખ જ નથી.

પરીક્ષા

સરકારના વર્ગ એક અને બેના અધિકારીઓ માટે સીસીસી પ્લસ પરીક્ષા અને હિન્દી પરીક્ષાની શરતો લાગુ

પ્રમોશન માટે યુજીસીએ અધ્યાપકોના અલાયદા ધારાધોરણ નક્કી કરેલા છે.રાજ્ય સરકારના વર્ગ એક અને બેના અધિકારીઓ માટે સીસીસી પ્લસ પરીક્ષા અને હિન્દી પરીક્ષાની શરતો લાગુ છે પણ તેને રાજ્યના અધ્યાપકો પર લાદી શકાય નહી.અન્ય રાજ્યોએ પણ અધ્યાપકો માટે આ પ્રકારની શરત મુકી નથી.

પરીક્ષા

ગુજરાતના સેંકડો અધ્યાપકો દ્વારા સરકારને ઈ-મેલ પાઠવવામાં આવ્યા

સંગઠનનુ કહેવુ છે કે, અધ્યાપકોને હિન્દી સાથે કે કોમ્પ્યુટરના એડવાન્સ નોલેજ સાથે કોઈ લેવા દેવા જ નથી. તેમને ગુજરાતી અથવા તો અંગ્રેજીમાં ભણાવવાનુ હોય છે. આમ છતા રાજ્ય સરકારે અધ્યાપકો પર આ શરતો લાગુ કરી દીધી છે. એક વર્ષ પહેલા પણ સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે અધ્યાપકોએ આ શરતો દુર કરવા માટે એક બેઠક યોજી હતી પણ આજ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. જેના વિરોધમાં આજે ગુજરાતના સેંકડો અધ્યાપકો દ્વારા સરકારને ઈ-મેલ પાઠવવામાં આવ્યા છે.

Read Also

Related posts

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu

સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર

Zainul Ansari
GSTV