ગીરના ગોળ ઉત્પાદકોને ચાંદી-ચાંદી જોવા મળી છે. ગુજરાતમાં ગોળના ભાવ છેલ્લા 5 વર્ષની ઉંચા ગયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગોળનું ઉત્પાદન કરતા ગીર અને ગીર સોમનાથના ઉત્પાદકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ગીર સોમનાથમાં ગોળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા રાબડા માલિકો, વેપારીઓ અને સંગ્રહખોરોને જાણે આ લોકડાઉન ફળ્યું હોય તેમ ગીરના ગોળની બજાર ગુજરાતમાં 20 કિલોના ભાવ 650 થી 680 રૂપિયા પહોંચતા ચાંદી ચાંદી થઈ છે.
ગીર સહિત ગુજરાતમાં ગોળનું ઉત્પાદન ચાલુ થાય એટલે સરકાર પાસે એક જ માંગ કરતા કે યુપી અને મહારાષ્ટ્રથી જે ગોળની આયાત ગુજરાતમાં થાય છે તે બંધ થાય તો જ સૌરાષ્ટ્રના ગોળ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે. જોકે તે અત્યાર સુધી સરકારે તો આ ગોળની આયાત ન અટકાવી. પરંતુ ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકડાઉન થતા ગુજરાત બહારથી આવતા ગોળની આયાત ટ્રાન્સપોટિંગના કારણે બંધ થઈ જેના કારણે સૌરાષ્ટ્રના ગોળ ઉત્પાદકોને ચાંદી ચાંદી થઇ ગઇ છે.
READ ALSO
- કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્ન, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા
- ‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે