GSTV

બિહાર/ નીતીશના રાજીનામા સાથે નવી સરકાર રચાવાની કવાયત તેજ, એનડીએના ધારાસભ્યોની રવિવારે બેઠક

નીતીશ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આજે રાજ્યના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતાં અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું સુપ્રત કરી દીધું હતું. તેમણે રાજ્યપાલને વર્તમાન વિધાનસભા ભંગ કરવાની પણ ભલામણ કરી હતી. બિહાર ચૂંટણીમાં નીતીશકુમારના નેતૃત્ત્વવાળી એનડીએ સરકારને વિજય મળ્યો છે.

નીતીશકુમાર દ્વારા રાજીનામું અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવામાં આવ્યા પછી રાજ્યમાં હવે નવી સરકારની પ્રક્રિયા શરૂ થઇ જશે. રાજ્યપાલે નીતીશકુમારનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે એનડીએની નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી નીતીશકુમારને કેરટેકર મુખ્યપ્રધાન તરીકે કામ ચાલુ રાખવા જણાવ્યું છે.

એનડીએના ધારાસભ્યોની રવિવાર સવારે બેઠક

નીતીશ

આ દરમિયાન રવિવાર સવારે 12.30 વાગ્યે એનડીએના સાથી પક્ષો જદ(યુ), ભાજપ, એચએએમ અને વીઆઇપીના ધારાસભ્યોની બેઠક મળશે અને આ બેઠકમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ઉગ્ર બોલાચાલી થયા પછી મારામારી થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં મહારાજગંજના કોંગ્રેસ ધારાસભ્ય વિજય શંકર દુબે અને વિક્રમથી ધારાસભ્ય સિદ્ધાર્થની વચ્ચે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બનવા માટે ઝઘડો થયો હતો.

આ બેઠકમાં સિદ્ધાર્થના સમર્થકોેએ શંમકર દુબેને ચોર કહેતા ઝઘડો થયો હતો. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ તથા કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન અવિનાશ પાંડ પણ હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે આ વખતે કોંગ્રેસે 70 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતાં. જો કે 70માંથી કોંગ્રેસનો ફક્ત 19 બેઠકો પર જ વિજય થયો છે. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને 27 બેઠકો મળી હતી.’

Read Also

Related posts

દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ

Ali Asgar Devjani

પતિએ મિત્રોની સાથે મળી પોતાની પત્ની પર જ કર્યો ગેંગરેપ, લોખંડના દરવાજા સાથે બાંધી દીધા હતા પગ

Ali Asgar Devjani

ભારતમાં દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત, ઈતિહાસના પાને નોંધાશે આજનો દિવસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!