GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

અગસ્ટાવેસ્ટલેન્ડ : ડોભાલે આ નવા સિક્રેટ કોડથી પાર પાડયું ઓપરેશન

અગસ્ટાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરના વચેટીયા મિશેલને ભારત લાવવા માટે યુનિકોર્ન નામનો સિક્રેટ કોર્ડ રાખવામાં આવ્યો હતો. આ ઓપરેશનની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સંભાળી હતી અને ઓપરેશનને ઈન્ટરપોલ અને સીઆઈડીએ પાર પાડ્યુ છે. ઓપરેશન માટે ડોવાલ સીબાઈઆઈના પ્રભારી નિદેશક નાગેશ્વર રાવના સંપર્કમાં હતા.

મિશેલને ભારત લાવ્યા બાદ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિશેલના પ્રત્યાર્પણની પ્રકિયા ગુપ્ત રાખવામાં આવી હતી. મિશેલને ભારત લાવવા માટે એરપોર્ટ પર બે કલાક સુધી કાગળની કાર્યવાહી કરવામાં આવી હતી. મિશેલને ભારત લાવવા માટે ઇન્ટરપોલે નોટિસ જાહેર કરી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

દુબઈમાં પકડાયેલા મિશેલને ભારત લાવવા માટે 2017થી માગ કરવામાં આવતી હતી. મહત્વપૂર્ણ છે કે, યુપીએ સરકારે મિશેલને વીવીઆઈપી હેલિકોપ્ટર મામલે ક્લિન ચીટ આપી હતી. હેલિકોપ્ટર માટે 3 હજાર 600 કરોડની ડીલ કરવામાં આવી હતી. જેમા મિશેલની ભૂમિકા વચેટીયાની હતી.

અગસ્ટા વેસ્ટલેન્ડ ડિલમાં વચેટીયા ક્રિશિચ્યન મિશેલને ભારત લાવવામાં આવ્યો છે. હેલિકોપ્ટર ડીલમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પૂર્વ એરફોર્સના પ્રમુખ એસપી ત્યારે મિશેલ મામલે કોઇપણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાગીને જ્યારે મિશેલ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ લાલઘૂમ પણ થઈ ગયા હતા અને તેઓ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર રવાના થઈ ગયા હતા.

મહત્વપૂર્ણ છે કે, હેલિકોપ્ટર ડીલમાં મિશેલ અને એસપી ત્યાગીના પરિવાન સભ્યો પર લાંચ લેવાનો આરોપ છે. એસપી ત્યાગી પર આરોપ છે કે, ત્યાગીએ પોતાના પદનો ખોટો ઉપયોગ કરીને વીવીઆઈપી હેલિકોપ્ટરની સર્વિસ સીલિંગ 6 હજાર મીટરથી 4500 મીટર સુધી કરી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શિદે વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ મામલે પ્રત્યાર્પણ કરાયેલા મિશેલ મામલે નિવેદન આપ્યુ છે. ખુર્શિદે કહ્યું સાખ બચાવવા માટે સીબીઆઈ કવાયત કરી રહી છે. તેના માટે મિશેલને દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે. હાલમાં સીબીઆઈ વિવાદમાં સપડાયેલી છે અને સીબીઆઈ દ્વારા માત્ર દેખવાની કામગીરી કરવામા આવી રહી છે.

અગસ્તાવેસ્ટ લેન્ડમાં સીબીઆઈ અત્યાર સુધીમાં કઈ કરી શકી નથી. સરકાર કોંગ્રેસના નેતાઓને ફસાવવા માટે કાર્યવાહી કરી રહી હોવાનો દાવો ખુર્શીદે કર્યો છે. કોંગ્રેસને આશા છે કે, સીબીઆઈ પાસે કેટલાક તથ્યો હશે. પરંતુ સરકારના દબાણમાં સીબીઆઈ કામ કરી રહી છે.

Related posts

દેશમાં લોકડાઉન 5.0 કેવું રહેશે ? વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતશાહ વચ્ચે હાઈલેવલની બેઠક, થઈ આ ચર્ચા

Harshad Patel

વાહ આવી હોય હાઈકોર્ટ : ખાનગી હોસ્પિટલોનાં કપડાં ઉતારી લીધા, હવે કોરોનામાં સરકારના ચાર્જથી પણ 10 ટકા રકમ ઓછી લેશે

pratik shah

ઓગસ્ટ સુધી બેંકનો હપ્તો ચૂકવવા ન માંગતા હો તો એસએમએસ કરો, એટલે વાત ખતમ, જાણો વિગત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!