GSTV
Ahmedabad Trending ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજયો, કરદાતાઓના પડતર અરજીઓનો કરવામાં આવ્યો નિકાલ

પ્રોપર્ટીટેકસને લગતી વિવિધ પ્રકારની અરજીઓના સ્થળ ઉપર નિકાલ માટે મ્યુનિ.તંત્રે સાત ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજયો હતો.સાત ઝોનમાં કુલ મળીને ૨૩૨૯ અરજીઓ મળતા ૧૪૩૦ અરજીઓનો એક જ દિવસમાં નિકાલ કરાયો હતો.નામ ટ્રાન્ફર માટે સૌથી વધુ ૮૯૯ અરજી મળી હતી.

મ્યુનિ.દ્વારા શુક્રવારે સાત ઝોનમાં પ્રોપર્ટીટેકસ સંબંધી ફરિયાદોના સ્થળ ઉપર નિકાલ માટે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં પ્રોપર્ટી ટેકસ બીલમાં કબજેદારનું નામ ટ્રાન્સફર કરાવવા માટે ૪૭૨ અરજી મળી હતી આ પૈકી ૨૭૦ અરજીઓનો નિકાલ કરાયો હતો.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે પ્રતિક્રીયા આપતા કહ્યુ,ટેકસ ઘટાડવા અંગે આવેલી ૪૧૩ અરજી પૈકી ૮૬ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.નવી આકારણી માટે ૨૨ અરજી આવી હતી.નામ ટ્રાન્ફર માટે ૮૯૯ અરજી પૈકી ૭૯૩ અરજીનો નિકાલ કરાયો હતો.

ખાલી-બંધનો લાભ મેળવવા આવેલી ૧૩૮ પૈકી ૨૦ અરજીનો નિકાલ કરાયો હતો.ડુપ્લીકેટ બીલ અંગે આવેલી ૨૧ પૈકી એક અરજીનો નિકાલ કરાયો હતો.ટેકસ જનરલ મામલે આવેલી ૧૫૬ અરજી પૈકી ૬૯ અરજીઓનો અને પ્રોફેશનલ ટેકસ અંગે આવેલી ૨૦૮ પૈકી ૧૯૧ અરજીઓનો નિકાલ કરાયો હતો.

READ ALSO:

Related posts

Education Loan/ એજ્યુકેશન લોન લેવાવાળા માટે મોટી ખબર, આ કારણે બેંક લોન અપ્રૂવલમાં રાખી રહી છે સાવધાની

Hemal Vegda

કચ્ચા બદામ ગીત ફેમ અંજલિ અરોરાનો બોલ્ડ ડાન્સ, તમે પણ જોવો વાયરલ વીડિયો

Damini Patel

દુનિયામાં ફરીથી આવી શકે છે મંદીઃ અર્થશાસ્ત્રી નોરીએલ રૂબિનીએ કરી આગાહી

Hemal Vegda
GSTV