GSTV

એડમિશન: ખાનગી શાળામાં આજથી શાળા પ્રવેશની કાર્યવાહી શરૂ, વધુમાં વધુ ફોર્મ ભરાય તેવી સરકારમાંથી સીધી સૂચના

Last Updated on June 25, 2021 by Pravin Makwana

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્યે ધો-૧માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવો ફરજીયાત છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ કાયદાનો અમલ થાય તે માટે ખાસ પગલાં ભરી રહી છે જેને લઇને આવતીકાલથી એટલે કે, તા.૨૫ જુનથી તા. ૫ જુલાઇ  દરમિયાન નબળા અને વંચિત જુથના પરિવારજનો પોતાના બાળકનું પ્રવેશ ફોર્મ ભરી શકશે.કોરોનાકાળના કારણે આ વખતે ફક્ત ઓનલાઇન ફોર્મ ભરવાની સીસ્ટમ અમલી રાખવામાં આવી છે. ફોર્મ ભરીને વાલીએ કોઇ જગ્યાએ જમા કરાવવાનું રહેતું નથી.

આ અંગે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણની કચેરીમાંથી મળતી માહિતી પ્રમાણે  જે બાળકો તા. ૧ જૂન,૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પુર્ણ કકર્યા હોય તે બાળક આ યોજના હેઠળ પ્રવેશને પાત્ર છે. આ યોજના હેઠળ અનાથ, સંભાળ અને સંરક્ષણની જરૃરીયાતવાળા. બાલગૃહના, મંદબુધ્ધીના, ખાસ જરૃરીયાતવાળા, શારીરિક વિકલાંગ,એચ.આઇ.વી.અસરગ્રસ્ત, શહિદ થયેલા જવાનોના બાળકો, ૦થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો, ગ્રામ્ય વિસ્તારમાં જે પરિવારની ૧.૨૦ લાખ જ્યારે શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખ રૃપિયા વાર્ષિક આવક મર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ તથા જનજાતિ કેટગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત તેમજ વિચરતી-વિમુખતી જાતીના બાળકો અને બિન અનામત એટલે કે. જનરલ કેટેગરીના બાળકો માટે અગ્રતા, આવકની અગ્રતા, તથા વાલીએ પસંદ કરેલા શાળાની અગ્રતા ક્રમાનુસાર ધ્યાને લઇને પ્રવેશ આપવામાં આવશે.

આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ રાૉજથ//િાી.ર્િૅયેલચચિા. ર્બસ વેબ પોર્ટલ પર તા. ૨૫ જુનથી તા.૫ જુલાઇ  દરમિયાન ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. અગાઉ ફોર્મ ભરીને જરૃરી ડોક્યુમેન્ટ જિલ્લાના નિયત કરેલા કેન્દ્ર ઉપર જમા કરાવવાના હતા પરંતુ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના પગલે આ પદ્ધતિ રદ કરી દેવામાં આવી છે અને વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૃરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરેલું ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. 

આરટીઇ હેઠળ જિલ્લામાં ૧૬૪૬ બાળકોને નિઃશુલ્ક પ્રવેશ મળી શકશે

જિલ્લાની ૨૬૧ ખાનગી સ્કુલમાં ૨૫ ટકા બેઠકો આરટીઇ માટે અનામત 

નબળા અને વંચિત જુથના પરિવારો સહિત આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા કુટુંબના બાળકોને આરટીઇ હેઠળ ખાનગી સ્કુલમાં ફીમાં શિક્ષણ આપવાની જોગવાઇ છે. આ એક્ટ હેઠળ આવતીકાલથી ફોર્મ ભરવાનું શરૃ થઇ રહ્યું છે. ખાનગી સ્કુલમાં ૨૫ ટકા લેખે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાનો હોય છે. જેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કુલ ૨૬૧ જેટલી ખાનગી સ્કુલમાં ૧૬૪૬ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી સ્કુલમાં નબળા અને વંચિત જુથના પરિવારોને ધોરણ-૧માં નિઃશુલ્ક પ્રવેશ મળે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આ વખતે એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત જિલ્લાની ૨૬૧ જેટલી ખાનગી સ્કુલોમાં ૨૫ ટકા બેઠકો આરટીઇ માટે અનામત રાખવામાં આવી છે. જિલ્લાની તમામ સ્કુલોમાંથી મળીને કુલ ૧૬૪૬ જેટલી બેઠકો હાલ અનામત છે એટલે કે ગાંધીનગર જિલ્લામાં ૧૬૪૬ બેઠક માટે વાલીઓ ફોર્મ ભરી શકશે. આવતીકાલથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૃ થાય છે ત્યારે વધુને વધુ પરિવારો આ એક્ટ હેઠળ લાભ મેળવે અને નબળા-વંચિત જુથના બાળકો પણ ખાનગી સ્કુલમાં નિઃશુલ્ક અભ્યાસ કરે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. આ એક્ટ હેઠળ ધોરણ-૧માં પ્રવેશેલા વિદ્યાર્થીને ધોરણ-૮ સુધી જે તે ખાનગી શાળામાં નિઃશુલ્ક ભણાવવામાં આવે છે જેના માટે સરકાર દ્વારા જે તે ખાનગી સ્કુલને નિયત કરેલી ફી ચુકવાય છે.

READ ALSO

Related posts

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!