ભારતમાં આવકવેરા વિભાગ મારફતે પાન કાર્ડ જારી કરવામાં આવે છે. પાન કાર્ડનો ઉપયોગ નાણાકીય લેવડદેવડમાં કરવામાં આવે છે. તદ્દપરાંત પાન કાર્ડનો ઉપયોગ ઓળખ માટે પણ કરી શકાય છે.

જો કે પાન કાર્ડમાં રહેલી એક નાની ભૂલ પણ તમારા માટે સમસ્યા પેદા કરી શકે છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે પાન કાર્ડમાં રહેલા તમારા નામનો સ્પેલિંગ પણ ખોટો હોઈ શકે છે. એવામાં જો તમારા નામનો સ્પેલિંગ ન સુધરાવ્યો તો આગળના સમયમાં મુસીબતો ઉભી થઈ શકે છે.
નાણાકીય લેવડદેવડમાં ન આવે કોઈ બાધા
પાનકાર્ડમાં કેટલીક ભૂલો સામે આવવા પર તે ભૂલોને તરત સરખી કરાવવી જ યોગ્ય હોય છે. ખોટા નામ કે પછી લગ્ન બાદ નામ બદલ્યા બાદ પાન કાર્ડમાં નામ સુધારો કરવો પડી શકે છે. એવામાં આ કામને ઝડપથી કરી લેવું જોઈએ જેથી નાણાકીય લેવડદેવડ જોડાયેલા કોઈ પણ કેસમાં તમારે બાધાનો સામનો પણ નહીં કરવો પડે.
પાનકાર્ડમાં નામ બદલવા માટે આ સ્ટેપ કરો ફૉલો
- એનએસડીએલની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને તેને ઑનલાઈન ભરવા માટે પાન કાર્ડ નામ સુધાર ફૉર્મ ડાઉનલોડ કરો.
- સાચુ નામ દાખલ કરવા અને ફૉર્મ ભર્યા બાદ અરજીકર્તાનો ફોટો ચોંટાડી સબમિટ કરો.
- તમે પેમેન્ટ ગેટવે પર પહોંચી જશો જ્યાંથી તમારે પેમેન્ટ કરવાનું છે.
- પાનકાર્ડ નામ સુધાર ઑનલાઈનના કેસમાં તમે ચૂકવણી નેટ બેકિંગ કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના માધ્યમથી કરી શકો છો.
- ઑફલાઈન ચૂકવણી માટે તમારે એક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો પડશે અને તેને તમારા અરજી પત્ર સાથે એનએસડીએલ કાર્યાલયના એડ્રેસ પર મોકલવાનો રહેશે.
- ત્યાર બાદ તમને 45 દિવસની અંદર તમારૂં નવું પાન કાર્ડ મળી જશે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ