GSTV
Gujarat Government Advertisement

જો આ એરલાઇન્સ બંધ થશે તો 23,000 લોકોની નોકરી છીનવાશે

Last Updated on March 21, 2019 by Mayur Vora

જેટ એરવેઝને લોન આપનાર બેંકો એરલાઇન્સ ચાલુ રહે તે માટે શક્ય તમામ પ્રયત્નો કરશે તેમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશકુમારે બુધવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એરલાઇન્સ બંધ થવી ગ્રાહકો અને હરીફાઇ માટે યોગ્ય નથી. 

નાણા પ્રધાન અરુણ જેટલી સાથેની બેઠક પછી રજનીશકુમારે પત્રકારો સમક્ષ આ વાત જણાવી હતી. આજે બપોરે નાણા પ્રધાન અરુણ જેટલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, એસબીઆઇ ચેરમેન રજનીશકુમાર અને ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલા વચ્ચે બેઠક યોજાઇ હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મેનેજમેન્ટમાં પરિવર્તન કરી દેવામાં ડૂબેલી જેટ એરવેઝને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. જેટ એરવેઝમાં નવી કંપની કે નવા એકમને લાવવા અંગે પૂછવામાં આવતા કુમારે જણાવ્યું હતું કે કોઇ પણ સંભાવનાથી ઇનકાર કરી ન શકાય.

જેટ એરવેઝ પર હાલમાં ૮૨૦૦ કરોડ રૃપિયાનું દેવું છે અને તેને માર્ચના અંત સુધીમાં ૧૭૦૦ કરોડ રૃપિયાની ચુકવણી કરવાની છે. જો એરલાઇન્સ બંધ થશે તો ૨૩,૦૦૦ લોકોની રોજગારી છીનવાશે. 

હાલમાં જેટ એરવેઝમાં નરેશ ગોયલ ૫૧ ટકા અને અબુ ધાબી સ્થિત એતિહાદ એરવેઝ ૨૪ ટકા હિસ્સો ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એતિહાદે ૨૪ ટકા હિસ્સો ખરીદવા એસબીઆઇનો સંપર્ક સાધ્યો છે. 

એસબીઆઇના ચેરમેને જણાવ્યું છે કે એતિહાદ સાથે મંત્રણા ચાલુ છે. એવુ નથી કે તેમણે સંપૂર્ણ રીતે નિર્ણય લઇ લીધો છે કે તે બહાર રહેશે. એતિહાદે શરત મૂકી છે કે એરલાઇન્સનું સંચાલન પ્રોફેશનલ રીતે કોઇ પણ હસ્તક્ષેપ વગર થાય.

આ દરમિયાન ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે જેટ એરવેઝના બિનવપરાયેલા એરપોર્ટ સ્લોટ અન્ય ડોમેસ્ટિક એરપોર્ટને આપવા માટે વિચારણા ચાલી રહી છે. 

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!