GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે મુસીબત, ડેમમાં હવે 13 ટકા જ પાણી

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નાના મોટા થઈને 14 જેટલા જળાશયો આવેલા છે. અને તમામ ડેમમાં સરેરાશ 13 ટકા જેટલું જ પાણી છે. તો જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું હાલ પુરતુ બંધ કરવામાં આવ્યુ છે. કારણ કે બાષ્પીભવન થઈને પણ પાણી દિવસે ને દિવસે ઘટી રહ્યુ છે.

સાબરકાંઠા જીલ્લામાં મુખ્ય પાંચ ડેમમાં પાણીનો જથ્થો સરેરાશ 13 ટકા જ છે. હવે ચોમાસાની ખેતીની સિઝનની શરૂઆત થશે. ત્યારે ખેડૂતોની સિંચાઈ માટે પાણી આપવામાં માગ કરી છે. પાછલા વર્ષે ચોમાસુ નબળુ હતું. જેને કારણે કૂવાના તળ નીચા ઉતરી ગયા છે. અને પૂરતુ પાણી મળતું નથી.

હાલ તો લોકોને પીવાની પાણીની પણ વિકટ સમસ્યા છે. પોશીના વિસ્તારમાં તો સ્થાનિકો નદીમાં 15 ફૂટ જેટલા ઉંડા ખાડા ખોદીને પાણી મેળવે છે. તો પાણ વગર પશુઓની હાલત પણ દયનીય બની છે. લોકો પાણી માટે વલખા મારે છે, ત્યારે અધિકારીઓ જણાવી રહ્યા છે કે જિલ્લામાં પીવાનું પાણી પુરતુ છે.

દરરોજ 3 થી 4 સેમી પાણી તો બાષ્પીભવન થઈ જાય છે. અને સુકાઈ રહ્યું છે. ત્યારે પાછલું ચોમાસુ નબળું હતું. ત્યારે જો આ વર્ષે પણ પૂરતો વરસાદ નહીં આવે તો સ્થિતિ કપરી બને તેમ છે. ત્યારે ખેડૂતોએ હાલ સિંચાઈના પાણી માટે માગ કરી છે.

READ ALSO

Related posts

પાલનપુર આબુ રોડ હાઇવે પર પાણી ભરાતા એક તરફનો માર્ગ કરાયો બંધ, અમદાવાદ અને રાજસ્થાનના વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva

રિલાયન્સની અધધધ સંપત્તિની વહેંચણીમાં નહીં થાય ડખા, આગામી ઉત્તરાધિકારી માટે બનશે ફેમિલી કાઉન્સિલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!