GSTV

સૌથી વધુ વરસાદ છતા પણ કચ્છમાં ટેન્કર રાજ, ભુજમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

ચાલુ વર્ષે ગુજરાતમાં સર્વાધિક વરસાદ કચ્છમાં નોંધાયો છે તેમ છતાં પાટનગર ભુજમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ટેન્કર રાજ શરૂ કરવામાં આવ્યું છે.

  • સૌથી વધુ વરસાદ
  • આમ છતા કચ્છમાં ટેન્કર રાજ

કચ્છ પર આ વર્ષે મેઘરાજા એવા મહેરબાન થયા છે કે વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. આમ છતા કચ્છના પાટનગર ભુજમાં પાણીની સમસ્યા છે. અમુક વિસ્તારોમાં સમયસર પાણી પહોંચતું જ નથી ભુજ શહેરની કુલ વસ્તી અઢી લાખ જેટલી થાય છે શહેર માં દૈનિક પાણીની જરૂરિયાત 46 MLDની છે. નર્મદા વિભાગ દ્વારા ૪૦ એમએલડી પાણી ભુજ શહેરને આપવામાં આવે છે તે ઉપરાંત પાલિકાના પોતાના બોરમાંથી 11 MLD જેટલું પાણી ભુજ શહેર માટે મૂકવામાં આવે છે. એટલે જો દૈનિક 51 MLD પાણી મળતું હોય તો પછી ભુજ નગરપાલિકા દ્વારા “ટેન્કર રાજ ” શા માટે શરૂ કરવામાં આવ્યો છે તે સવાલ ઉઠવા પામ્યો છે.

વિપક્ષ નેતાના આક્ષેપ મુજબ ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના ટેન્કર રાજનો ઠેકો પણ ભાજપના જ કાઉન્સિલર પાસે છે મહિને લાખો રૂપિયા ખર્ચ કરીને ભુજમાં ટેન્કર રાજ શરૂ કરવામાં આવ્યો છે. ભુજ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ટેન્કર રાજમાં દૈનિક ૧૬૦થી વધુ ટેન્કર ટ્રેક્ટર શહેરભરમાં પાણી વિતરણ કરવામાં આવે છે સાથે ભુજ પાલિકામાં 105 રૂપિયા વસુલવામાં આવે છે તો પછી પાલિકા દ્વારા પાણી નો વેરો કેમ અલગથી વસુલાત કરવામાં આવે છે તોન સવાલ સર્જાયો છે. ભુજના વોર્ડ નંબર 8 મા આવેલા જય નગર,ચામુંડાનગરના રહીશોનો આક્ષેપ છે કે સમયસર પાણી આવતું નથી બીજી તરફ દૂષિત પાણીની પણ ફરિયાદ ઉઠી છે. ત્યારે લોકો હવે સતાધીશો સામે સવાલો સર્જી રહ્યા છે.

READ ALSO

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતામાં વધારો/ પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો, 31મી તારીખે વડાપ્રધાન ના હસ્તે થશે લોકાર્પણ

pratik shah

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!