ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નોરતા પહેલા વરસાદનું વિઘ્ન
આ વખતે નવરાત્રિના પ્રારંભિક નોરતામાં વરસાદનું વિઘ્ન નડે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે.

કયા સમયે ક્યાં પડશે વરસાદ
શુક્રવારે છોટા ઉદેપુર-નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગર-કચ્છ, શનિવારે પાટણ-મહેસાણા-સાબરકાંઠા-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-કચ્છ-દીવ, રવિવારે દીવ-દમણ, સોમવારે ભરૂચ-છોટા ઉદેપુર-નર્મદા-સુરત-દ્વારકા-જામનગર-જુનાગઢ-પોરબંદર-રાજકોટ-કચ્છ અને મંગળવારે આણંદ-ભરૂચ-સુરત-દ્વારકા-પોરબંદર-રાજકોટ-કચ્છમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ‘
અમદાવાદમાં વાતાવરણમાં પલટો
દરમિયાન અમદાવાદમાં આગામી શનિવારથી વાદળછાયું વાતાવરણ રહેશે અને રવિવારથી મંગળવાર દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. 39.1 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ન્યોયોર્ક ટાઇમ્સમાં દિલ્હીની શાળાઓના વખાણ છપાયા એ જ દિવસે મનિષ સિસોદિયાને ત્યાં દરોડા
- નેટફ્લિક્સે આપ્યો મોટો ફટકો! સસ્તા પ્લાનમાં નહીં મળે આ જરૂરી ફીચર, યુઝર્સ ગુસ્સે ભરાયા
- જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ જોખમી અને નુકસાનકારક, રિઝર્વ બેન્કની મોદી સરકારને ચેતવણી
- મલાઈકાએ મિત્રો માટે ગ્રાન્ડ પાર્ટીનું કર્યુ આયોજન, આ સેલેબ્સે હાજરી આપીને પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ!
- સરકાર બનાવવી સરળ છે, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું નહીં… PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ