GSTV
Sports ગુજરાત

Pro Kabaddi Season 9 / ચંદ્રન રણજીત બન્યા ગુજરાત જાયન્ટસના કેપ્ટન, અદાણી સ્પોર્ટસલાઈને કરી જાહેરાત

જેની ખૂબ જ પ્રતિક્ષા થઈ રહી છે તે પ્રો કબ્બડી લીગની સીઝન-9ના પ્રારંભ પહેલાં અદાણી સ્પોર્ચસલાઈને  ગુજરાત જાયન્ટસની ટીમના કેપ્ટન તરીકે રાઈડર ચંદ્રન રણજીતની ટીમના કેપ્ટન તરીકે જાહેરાત કરી છે. પ્રો કબ્બડી લીગ સીઝન-9નો કર્ણાટકમાં બેંગલોર ખાતે શ્રી ક્રાન્તિવીર સ્ટેડિમમાં તા.7 ઓકટોબરથી પ્રારંભ થશે. હોટલ લીલા, ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં  ચંદ્રને ટીમ નેતૃત્વ માટે પોતાનામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

ચંદ્રને જણાવ્યું, “પ્રો કબ્બડી લીગ-સિઝન-9માં ગુજરાત જાયન્ટસની ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતાં હું રોમંચ અનુભવું છું અને મારામાં વિશ્વાસ મૂકવા  બદલ ટીમના મેનેજમેન્ટનો આભાર માનું છુ. ભારતમાં વિકસેલી આ રમતને  લોકપ્રિય બનાવવામાં ગુજરાત જાયન્ટસ કટિબધ્ધ રહી છે. દર વર્ષે અમારા ચાહકો અમને  હંમશાં સહયોગ આપતા રહયા છે અને તેમનો પ્રતિભાવ વ્યક્ત કરતા રહયા છે. હું મારી ક્ષમતાનો ઉત્તમ ઉપયોગ કરી ટીમંનુ નેતૃત્વ કરીશ.”

હેડ કોચ રામ મેહર સિંઘે આગામી સીઝન માટેની ટીમની વ્યૂહરચના અંગે ટીમના ઘડતર માટે  થયેલી કામગીરી અંગે વિગત આપી હતી. પીઢ કોચની સાથે સાથે  આસિસ્ટન્ટ કોચ- એમ વી સુંદરમ, પ્રસિધ્ધ ખેલાડી અને વાઈસ કેપ્ટન- રીંકુ અને નવા યુવા ખેલાડી પ્રતિક દહિયા અને રાકેશે પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી.

કોચે કહ્યું કે “ગુજરાત જાયન્ટસમાં અમે  ‘ગર્જેગા ગુજરાત’નુ  સૂત્ર સાકાર કરી  રહયા છીએ. અમે હંમેશાં શ્રેષ્ઠ દેખાવ કરીને તથા રોમાંચક એકશન વડે  કબડ્ડીના ચાહકોને ખુશ કરતા રહીશું.”

રામ મેહર સિઘે વધુમાં જણાવ્યું કે  “અદાણી સ્પોર્ટસલાઈનના સક્ષમ નેતૃત્વ હેઠળ  અમે અમારી ટીમની ક્ષમતાને ધ્યાનમાં લઈ આગામી સિઝન માટે અમારી ટીમની વ્યૂહરચના નક્કી કરી છે. અમારે જે ટીમનો સામનો કરવાનો હોય તે મુજબ અમે  અમારો ગેમ પ્લાન નક્કી કરીશું.”

આ પ્રસંગે ગુજરાત જાયન્ટસે પોતાની ટીમનો પરિચય આપતાં જણાવ્યુ હતુ કે અમારા ચાહકોને કારણે અમે ટીમનુ શ્રેષ્ઠ સત્વ બહાર લાવી શકીશું. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil

ભરૂચ / નેત્રંગમાં પીએમ મોદીએ સાંબોધી જનસભા, કહ્યું, “હવે ગુજરાતીમાં પણ ડોક્ટરનો અભ્યાસ શક્ય બન્યો

Nakulsinh Gohil

વડોદરાના શિક્ષકને અનોખો શોખ : છેલ્લા 20 વર્ષમાં વિશ્વભરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોના પેપર કટીંગનો સંગ્રહ

GSTV Web Desk
GSTV