GSTV

યુપીમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું

યુપીના રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા અને કેબિનેટ પ્રધાન સિદ્ધાર્થનાથસિંહે પ્રિયંકા ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, પીએમ મોદી કહે છે કે, બેટી બચાઓ, બેટી પઢાઓ જ્યારે કોંગ્રેસમાં સોનિયાજીનું સ્લોગન છે બેટી લાવો, બેટી બચાવો. યુપીમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી  ભાજપને કોઈપણ પ્રકારનો ફરક પડવાનો નથી.  ભાજપ પ્રિયંકા ગાંધીનું યુપીમાં સ્વાગત કરશે. આ પહેલા સપા અધ્યક્ષ  અખિલેશ  યાદવે જણાવ્યુ હતુ કે, નવા લોકોની એન્ટ્રીથી અમને કોઈ ફરક પડવાનો નથી. રાજનીતિમાં નવી વિચારધારા વાળા લોકોનું હમેશા સપાએ સ્વાગત કર્યુ છે.

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયંકા ગાંધી સોમવારે લખનઉ એરપોર્ટ પર ઉતરશે, બન્નેને ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા તે બાદ આ પહેલી મુલાકાત છે. 

દરમિયાન પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસની એપ્લિકેશન શક્તિ એપ દ્વારા પોતાના સમર્થકોને સંબોધ્યા હતા. સાથે જણાવ્યું હતું કે હું સોમવારે તમને મળવા માટે આવી રહી છું.

લખનઉમાં તમને દરેકને મળવા માટે આવી રહી છું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે મને આશા છે કે આપણે સાથે મળીને એક અલગ જ પ્રકારની રાજનીતીની શરૃઆત કરીશું જેમાં તમે દરેક સહભાગી હશો. મારા યુવા મિત્રો અને બહેનો તેમજ ગરીબ વ્યક્તિનો અવાજ પણ સાંભળવામાં આવશે. પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશમાં પ્રવેશ સાથે જ કોંગ્રેસ સત્તાવાર રીતે પોતાનો પ્રચાર ઉત્તર પ્રદેશમાં શરૃ કરી દેશે.

દરમિયાન એક રોડ શો પણ પ્રિયંકા અને સિંધિયા માટે યોજવામાં આવી શકે છે. સિંધિયાએ પણ પોતાના સમર્થકોને સંબોધ્યા હતા, જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આવો અમારી સાથે મળીને ઉત્તર પ્રદેશના પરિવર્તનમાં બાગીદાર બનો. આગામી ૧૨, ૧૩ અને ૧૪મી ફેબુ્રઆરીએ આ બન્ને નેતાઓ પક્ષની રેલીઓને સંબોધશે અને સાથે લોકોને મળશે.

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!