GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

મોદીનાં મત વિસ્તારમાં પ્રિયંકાનો પડઘો, કહ્યું વિકાસ માત્ર કાગળ પર છે

priyanka gandhi

લોકસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. એક તરફ ભાજપાએ ‘મેં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાન આરંભીને વિપક્ષને મ્હાત આપવાનું નક્કી કર્યુ છે. બીજી તરફ કોંગ્રસનાં મુખ્ય ચહેરા પૈકીનાં એક એવા મહાસચિવ અને યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધીએ ગઇ કાલથી ગંગા બોટ યાત્રાનો પ્રારંભ કર્યો છે. જેમાં તેઓ અનેક લોકો સાથે સંવાદ કરીને દરેક ધાર્મિક સ્થળોની મુલાકાત કરી રહ્યા છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પહોંચ્યા છે. જ્યા તેમણે મજાર પર ચાદર ચડાવી હતી. પ્રિયંકા ગાંધીએ અહી  આવેલા વિદ્યાવાસીની મંદિરમાં દર્શન કર્યા હતા. આ પહેલા તેમણે ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા. પ્રિયંકા ગાંધી  આજે પીએમ મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસી પહોંચવાના છે. વારાણસીમાં પ્રવેશ કરવા સાથે જ સૌથી પહેલા ગંગા તટે શૂલટંકેશ્વર મંદિરમાં માથુ ટેકવશે.  અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની મુલાકાત લેશે.

પોતાનાં ચૂટણી પ્રચારનાં ભાગરૂપે પ્રિયંકા ગાંધી ગંગા બોટ યાત્રા પર છે. 150 કિલોમીટરનાં ગંગા તટનાં પ્રવાસમાં પ્રિયંકા ગાંધી અનેક લોકો સાથે મુલાકાત કરશે. આ સાથે જ પ્રિયંકા ગાંધી માછી સમુદાયનાં લોકો સાથે સંવાદ કરશે. જો કે પ્રિયંકા ગાંધીએ સીએમ આદિત્યનાથ પર આકરા પ્રહારો કરતાં જણાંવ્યું કે છેલ્લા બે વર્ષની યુપીમાં ભાજપનાં શાસન વાળી સરકાર કામ કરે છે. પરંતુ ભાજપનો વિકાસ એ કાગળ પર જ દેખાય છે.

READ ALSO

Related posts

કોરોનાની રસી શોધાશે તો પણ લાખો લોકોએ તે લેવા ઈન્કાર કરશે : એન્ટિ રસીકરણ ચાલી રહી છે ઝૂંબેશ

Dilip Patel

હવે કલ્પનાઓમાંથી બહાર નીકળી ફ્લાઈંગ કાર, આ દેશની કંપનીએ બનાવી ઉડતી કાર, આકાશમાં બનશે ઉબેર

Mansi Patel

મધ્યપ્રદેશમાં ભાજપનો આંતરિક ડખો ચરમસીમાએ, શિવરાજ સિંહ ચૌહાણ દિલ્હી દરબારમાં

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!