કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદમાં મંજૂર થયેલા 3 મજૂર સુધારણા બીલોની ઝાટકણી કાઢતાં કહ્યું કે તેને નોકરી પર ઠુકરાઘાત ગણાવી હતી. વાડ્રાએ ટ્વિટ કર્યું હતું કે આ મુશ્કેલ સમયમાં કોઈને નોકરી નથી મળતી. ત્યારે જેની નોકરી છે તે દરેકની આજીવિકા સલામત રહે.
ભાજપ સરકારની અગ્રતા જુઓ. ભાજપ સરકારે હવે એક કાયદો રજૂ કર્યો છે જેમાં કર્મચારીઓને છૂટા કરવાનું સરળ બન્યું છે. ગમે ત્યારે ગમેતે કંપની તેના કર્મચારીઓને છૂટા કરી દેશે. કાયદાનું રક્ષણ હઠાવી લેવાયું છે.
તેમણે લખ્યું કે વાહ રે સરકારે અત્યાચારને સરળ બનાવ્યા. રાજ્યસભાએ કામદારોના કલ્યાણ અને અધિકારોને મજબૂત બનાવવા માટે બુધવારે સામાજિક સુરક્ષા કોડ 2020, ઔદ્યોગિક સંબંધો કોડ 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી કોડ, બિલ 2020 પસાર કર્યું હતું. આ સાથે, આ 3 બીલો પર સંસદને મંજૂરી આપવામાં આવી હતી. લોકસભા આને પાસ કરી ચૂકી છે. આમ આ 3 કાયદાથી દેશમાં મહેનત કરનારો વર્ગ આફતમાં આવી ગયો છે. જોકે, આ કાયદાઓ ત્યારે પસાર થયા જ્યારે સંસદમાં વિરોધ પક્ષ બહાર દેખાવ કરી રહ્યો હતો.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત