ગુજરાતમાં પ્રથમ વખત આવ્યા પ્રિયંકા, અલ્પેશ ઠાકર સાથે સ્થાન લીધુ

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક આ વખતે ગુજરાતમાં મળી. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગઢમાં કોંગ્રેસે વર્ગિંક કમિટીની બેઠક કરીને દેશને ગુજરાતમાંથી સંદેશ આપ્યો. સોનિયા ગાંધી સહિતના નેતાઓએ મોદી સરકારમાં દેશહિત સાથે બાંધછોડ થયાનો આક્ષેપ કર્યો. તો ખાસ કરીને જ્યારે સમગ્ર કોંગ્રેસના નેતાઓ ગાંધી આશ્રમ ખાતે પ્રાથના સભામાં બેઠા ત્યારે પ્રિયંકા ગાંધીએ પ્રોટોકોલ સંભાળ્યો હતો. માત્ર એટલુ જ નહીં પણ પ્રિયંકા ગાંધી અલ્પેશ ઠાકોરની પાસે જઈને બેસી ગયા હતા. જો કે આ એક સહજ વાત છે. પણ વર્તમાન પરિસ્થિતિ જોવામાં આવે તો અલ્પેશ ઠાકોર લાંબા સમય પછી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં હાજર જોવા મળ્યા હતા.

અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. પહેલી વખત ગાંધી પરિવારના સભ્યો એક સાથે ગુજરાતમાં જોવા મળ્યા. રાહુલ, પ્રિયંકા, સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ મોદી સરકારની નીતિઓ સામે આકરા પ્રહાર કર્યા. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો કે મોદી સરકારના રાજમાં દેશહિત સાથે બાંધછોડ કરીને રાજકારણ રમાઇ રહ્યું છે. સાથે જ તેમણે મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યુ કે પીએમ મોદી ખુદને પીડિત બતાવી રહ્યા છે. પણ હકીકતમાં મોદી સરકારની ખોટી નીતિઓને કારણે ખુદ જનતા પીડિત છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter