કોંગ્રેસની રેલીમાં પ્રિયંકા ગાંધી સંબોધન કરી રહ્યા હતા અને સૌ કોઈ શાંતિથી તેમને સાંભળ્યા

લગભગ 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં હાજર રહેવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટથી ખાસ બસ દ્વારા તેઓ સૌથી પહેલા ગાંધી આશ્રમ ગયા. અહીં તેમણે પ્રાર્થના સભામાં હાજર રહી બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. જે બાદ શહીદ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યાંથી સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જતા પહેલા સરદાર પટેલના સ્ટેચ્યુને સુરતની આંટી પહેરાવી હતી.

કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પોતાનું પહેલું સંબોધન કરતા પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે નફરતની હવાને પ્રેમ અને કરૂણામાં બદલીશું. વોટ તમારુ હથિયાર છે. ચૂંટણીમાં ખોટા વાયદા કરનારાને સવાલ પૂછો. સાચા મુદ્દા ઉઠાવી તેમને સાચા સવાલો કરો. બે મહિનાઓ સુધી તમામ મુદ્દાઓ ઉછાળવામાં આવશે પણ ખોટા મુદ્દાઓથી ભરમાશો નહીં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter