GSTV

કેન્ડલ માર્ચમાં ધક્કા-મુક્કીને કારણે પ્રિયંકા ગાંધી ગુસ્સે થઈ ગયા

ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપના મામલાને ઉઠાવતા કોંગ્રેસ દ્વારા ગુરુવારે મોડી રાત્રે રાજધાની નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે એક કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી સહીતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતા.

આ કેન્ડલ માર્ચમાં ધક્કા-મુક્કીને કારણે પ્રિયંકા ગાંધી ઘણાં આક્રોશિત દેખાયા હતા. પ્રિયંકા ગાંધીએ ધક્કા-મુક્કી કરનારાઓને કહ્યુ હતુ કે તમને બધાંને ખબર છે કે અહીં આપણે શેના માટે આવ્યા છીએ. તમે જો અહીં લોકોને ધક્કા મારવા આવ્યા છો. તો સારું થશે કે ધક્કા-મુક્કી કરનારાઓ ઘરે જતા રહે.

ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ સહીતના મહિલા અત્યાચારના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઈન્ડિયા ગેટ ખાતે યોજવામાં આવેલી કેન્ડલ માર્ચમાં તેમના બહેન પ્રિયંકા ગાંધીને ભીડનો સામનો કરવો પડ્યો હતો. માર્ચ દરમિયાન પ્રિયંકા ગાંધીને ચારે તરફથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા અને ભીડને કારણે તેઓ બહાર નીકળી શકે તેમ ન હતા.

ધક્કા-મુક્કીના કારણે પ્રિયંકા ગાંધી ડરી ગયા હતા અને કોણી મારીને તેઓ વીડિયોમાં આગળ વધતા પણ દેખાયા હતા. તે વખતે તેમની પુત્રી પણ ભીડમાં ફસાઈ ગઈ હતી અને ડરીને રડવા લાગી હતી. બાદમાં પ્રિયંકા ગાંધીએ બેરીકેડ ધક્કો મારીને આગળ વધ્યા હતા અને તેમની પુત્રીને તેમણે ગળે લગાવીને ચુપ કરાવી હતી. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ગુસ્સે થઈને સવાલ કર્યો હતો કે તમે ખુદને પુછો તમે અહીં શું કરવા આવ્યા છો અને શું કરી રહ્યા છો. પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે જેણે ધક્કા મારવા હોય. તે ઘરે ચાલ્યા જાય. બાકી શાંતિથી માર્ચમાં આગળ વધો.

પ્રિયંકા જ નહીં. રાહુલ ગાંધીને પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની ધક્કા-મુક્કીનો સામનો કરવો પડયો હતો. આ ઘટના બાદ એસપીજીએ રાહુલ ગાંધીને થોડીવાર માટે કારમાં બેસાડયા હતા. જો કે રાહુલ ગાંધી કારની બહાર આવ્યા અને તેમણે લોકો સાથે વાતચીત કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ક્હ્યુ હતુ કે આપણે સૌ ભારતીયો છીએ અને આપણે બધા પરિવર્તન ઈચ્છીએ છીએ કે આપણી માતા-બહેનો-દીકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે. આપણને આ લોકો માટે ન્યાય જોઈએ છે કે જેમનો બળાત્કાર થયો છે અને કોઈ સુનાવણી થઈ રહી નથી. આપણે અહીં એટલા માટે છીએ કે જેથી દેશ આપણને સાંભળી શકે.

કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારમાં મહિલાઓની અસુરક્ષા અને શરમજનક ઘટનાઓ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર મિડનાઈટ કેન્ડલ માર્ચ આયોજિત કરી હતી.

આ કેન્ડલ માર્ચમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સિવાય રોબર્ટ વાડ્રા, નિર્ભયાના માતા-પિતા, કોંગ્રેસના સંગઠન મહાસચિવ અશોક ગહેલોત સહીતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. તેમની આગેવાનીમાં ઈન્ડિયા ગેટ ખાતે સેંકડો કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા.

 

Related posts

શું ગુજરાત નથી રહ્યું મહિલાઓ માટે સુરક્ષિત! ઈવનીંગ વોક કરી રહેલી યુવતીની થઈ છેડતી, રોમીયો થયો ફરાર

pratik shah

ધારાસભ્ય અશ્વિન‌ કોટવાલની પોલીસે કરી અટકાયત, આ મામલે બેસવાના હતા ધરણા પર

pratik shah

ભાવનગર : અસ્થિ વિસર્જન કરવા આવેલો પરિવાર પળભરમાં વિખેરાયો, પત્નીની નજર સામે જ પતિ-પુત્ર અને પુત્રીનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!