GSTV
Home » News » Photos : પ્રિયંકા ચોપરાથી લઇને ટાઇગર શ્રોફ સુધી, આ બોલીવુડ સ્ટાર્સે કર્યુ મતદાન

Photos : પ્રિયંકા ચોપરાથી લઇને ટાઇગર શ્રોફ સુધી, આ બોલીવુડ સ્ટાર્સે કર્યુ મતદાન

bollywood cast vote

લોકસભા ચૂંટણીના મહત્વપૂર્ણ એવા ચોથા તબક્કાનું મતદાનનો આરંભ થયો છે. ચોથા તબક્કામાં કુલ 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. 71 બેઠકો પર કુલ 943 ઉમેદવારો મેદાનમાં છે. ચોથા તબક્કા અંતર્ગત મહારાષ્ટ્રની 17 બેઠકો. રાજસ્થાનની 13 બેઠકો અને ઉત્તર પ્રદેશની 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશની 6, ઓડિશાની 6, બિહારની 5 ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે.

સૌથી વધુ ઉમેદવારો મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની કુલ 17 બેઠક પર 323 ઉમેદવારો મેદાનમાં છે. વહીવટીતંત્ર દ્વારા રવિવારે સાંજે જ મતદાનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રિયંકા ચોપરા

મુંબઈના વર્સોવામાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મતદાન કર્યુ. પ્રિયંકા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી હતી. અને મતદાન કરી તે રવાના થઈ હતી.

માધુરી દીક્ષિત

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના જુહુ વિસ્તારમાં મતદાન કર્યુ.. મતદાન કરાવા તેઓ જુહુમાં આવેલી ગાંધીગ્રામ સ્કૂલ પહોંચ્યા હતા. જ્યા માધુરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ટાઇગર શ્રોફ

બોલીવુડના યંગ એક્ટર ટાઇગર શ્રોફે મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પોઝ આપ્યો હતો.

પરેશ રાવલ

ભાજપના નેતા અને બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં મતદાન કર્યુ. તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાની પત્ની સાથે મતદાન કરના પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યુ હતુ કે લોકશાહીના પર્વમાં મતદાન કરવુ ખૂબ જ જરૂરી છે.

એક્ટર રવિકિશન

ભોજપુરી સ્ટાર અને યુપીના ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિકિશને ગોરેગાંવમાં મતદાન કર્યુ… મતદાન કરવા તેઓ સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે ભાજપના ઉમેદવારની જીતની આશા વ્યક્ત કરી અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

અભિનેત્રી રેખા

બોલિવૂડ અભિનેત્રી રેખાએ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં મતદાન કર્યુ.. મતદાન કરવા તેઓ મતદાન શરૂ થતાની સાથે બાન્દ્રામાં આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યા તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો..

અનિલ અંબાણી

રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ મતદાન શરૂ થતાની સાથે મતદાન કર્યુ. તેઓ મતદાન કરવા કફ પરેડ વિસ્તારમાં આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યા તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઉર્મિલા માતોડકર

મુંબઈ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોડકરે બાન્દ્રામાં મતદાન કર્યુ. મતદાન કરવા તેઓ પોતાના સમર્થક સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ ઉર્મિલાએ પોતાની મુંબઈની તમામ બેઠક કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી.

Read Also

Related posts

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari

અરવલ્લી : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ટાઈ

Bansari

જૂના‘ગઢ’ કોનો : 10 વાગ્યા પણ કોંગ્રેસ ખાતુ નથી ખોલી શકી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!