GSTV

રાહુલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાં કર્યું જનસંબોધન

Priyanka Gandhi election

Last Updated on April 20, 2019 by Arohi

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાં પોતાના ભાઈ રાહુલ ગાંધીના સમર્થનમાં જનસભામાં સંબોધન કર્યુ. તેમણે જનસભામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, મોદી સરકારે દેશની જનતા સાથે દગો કર્યો. ભાજપ એવું માને છે કે, સત્તા માત્ર તેમની છે.

પરંતુ આ સત્તા પર કોઈપણ હમેશા માટે રહેતુ નથી. ભાજપે 2014માં લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા  નાખવાનો વાયદો કર્યો હતો. જોકે, આજ સુધી આ વાયદો ભાજપ દ્વારા પુરો કરવામાં આવ્યો નથી. પ્રિયંકા ગાંધીએ રાહુલના વખાણ કરતા જણાવ્યુ કે, રાહુલ ગાંધીએ અમેઠીના વિકાસ માટે મહેનત કરી છે.

2004માં તેઓ પહેલીવાર અમેઠીથી ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. તેમણે અમેઠીને મજબૂત કરવા અનેક કામો કર્યા છે. જેનો સીધો લાભ અમેઠીના 10 લાખ લોકોને થયો છે.

Read Also

Related posts

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari

ભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

Bansari

બ્રિટીશ મિલિટરીમાં મહિલાઓની પજવણી, નવાં સંસદીય રિપોર્ટમાં આ મોટો મુદ્દે ખુલાસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!