GSTV

એક દાયકાનો અંત…ઋષિ કપૂરના નિધનથી દુખી પ્રિયંકા ચોપરા, શેર કરી આ ખાસ તસવીર

ઋષિ

ઋષિ કપુરના દુઃખદ નિધનથી બોલીવુડ શોકગ્રસ્ત છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સતત બીજા દિવસે મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે ઇરફાન ખાનના નિધનના શોકમાંથી હજુ લોકો બહાર નથી આવ્યાં ત્યાં ગુરુવારે વધુ એક દિગ્ગજે દુનિયાને અલવિદા કહી દીધું છે. ઋષિ કપૂરે ગુરુવારે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતા. બોલીવુડના અનેક અભિનેતા, નેતા સહિત અનેક મોટી હસ્તિઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.  ત્યારે પ્રિયંકા ચોપરા દ્વારા પણ દુખ વ્યક્ત કરવામાં આવ્યુ અને સોશલ મિડીયા પર પોસ્ટ કરવામાં આવી.

 પ્રિયંકાએ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યુ કે એક દાયકાનો અંત આવ્યો છે. મારુ રદય ખુબજ ભારે છે .આ પ્રકારનું ટેલેન્ટ જે ફરી ક્યારેય નહી જોવા મળે તેમને જાણવાની એક તક મળી તેના માટે હું ભાગ્યશાળી છુ.

જણાવી દઇએ કે ઇરફાન ખાન બાદ હિન્દી ફિલ્મ જગતના વધુ એક દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરનું નિધન થયું છે. ઋષિ કપૂરે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઋષિ કપૂરની તબિયત લથડતા ગઇકાલે તેમને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તેમનું નિધન થયું છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરી ઋષિ કપૂરના નિધન અંગે માહિતી આપી. અમિતાભ બચ્ચને કહ્યું કે ઋષિ કપૂર ચાલ્યા ગયા છે. આ સમાચાર સાંભળીને હું અંદરથી તૂટી ગયો છું.

ઋષિ

ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર કેન્સર જેવી ગંભીર બિમારીથી પિડાઇ રહ્યા હતા. તેમણે ન્યુયોર્કમાં 11 મહિના સુધી કેન્સરની સારવાર લીધી હતી. ભારત આવ્યા બાદ ઋષિ કપૂર આ વર્ષે બેવાર ફેબ્રુઆરી મહિનામાં હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પહેલાં તેઓ દિલ્હીમાં એડમિટ થયા હતાં અને ત્યારબાદ તેમને મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર. 1952ના રોજ થયો હતો. હિન્દી ફિલ્મ જગતના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર ખાનદાનમાં જન્મેલા ઋષિ કપૂરે બાળ કલાકાર તરીકે જ કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઉંમરના અંતિમ પડાવ સુધી તેમની અભિનયયાત્રા અવિરત ચાલુ રહી.

Read Also

Related posts

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર, આવ્યું 43.37% રિઝલ્ટ- ગત વર્ષેથી 13.19% પરિણામ ઘટયું

pratik shah

ઘર માટે કરિયાણું ખરીદવાનું છે? તો અહીં ફેસ્ટિવ સીઝનમાં ગ્રોસરી ઉપર પણ મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ

Mansi Patel

કેવી રીતે મળશે ‘વ્યાજ પર વ્યાજ’ માફીનો લાભ?, શું તમને તેનો ફાયદો મળશે કે નહી? વાંચો અહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!