GSTV

શિવસેના નેતા પ્રિયંકાએ શહીદ ભગત સિંહની જગ્યાએ ચંન્દ્રશેખર આઝાદને યાદ કર્યા, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ખૂબ ટ્રોલ

Last Updated on September 28, 2020 by Pravin Makwana

શિવસેના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી શહીદ ભગત સિંહની જયંતિ પર ટ્વીટ કરીને ટ્રોલ થઈ ગયા છે. હકીકતમાં પ્રિયંકાએ જે ટ્વીટ કર્યુ છે, તેમાં ફોટો તો ભગત સિંહનો લગાવ્યો પણ લખાણમાં ચંન્દ્રશેખર આઝાદનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, પ્રિયંકાને બાદમાં પોતાની ભૂલ સમજાઈ જતાં તેમણે આ ટ્વીટ હટાવી દીધુ હતું. સાથે જ તેમણે આ મામલે સ્પષ્ટતા પણ કરી હતી. ત્યારે આ બાબતને લઈ પ્રિયંકા ચતુર્વેદી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.

પ્રિયંકા ચતુર્વેદીએ સોમવારના રોજ એક ટ્વીટ કર્યુ હતું, જેમાં તેમણે લખ્યુ હતું કે, દુશ્મની કી ગોલિયો કા હમ સામના કરેશે, આઝાદ હી રહે હૈ, આઝાદ હી રહેગેં-ચંન્દ્રશેખર આઝાદ. આ ટ્વીટ સાથે તેમણે ઉપર શહિદ ભગત સિંહનો ફોટો લગાવ્યો હતો.

આ બાબતે સ્પષ્ટતા આપતા પ્રિંયકાએ જણાવ્યુ હતું કે, આ પ્રકારની ભૂલો તો ઘણી વાર વડાપ્રધાન મોદી પણ કરી નાખતા હોય છે.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!