GSTV
India News Trending

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે બે નવા ‘શિકાર’ કરી નાખ્યા છે. એક છે મુલાયમના સાળા પ્રમોદ ગુપ્તા જેઓ સપા છોડી ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીના ‘લડકી હૂં લડ સકતી હૂં’ નામક અભિયાનના ‘પોસ્ટર ફેસ’ પ્રિયંકા મૌર્ય પણ ટિકિટ ન મળતા કોંગ્રેસથી રિસાઈને ભાજપમાં જોડાયા છે.

‘ટિકિટ’ ન મળતાં પ્રિયંકા મૌર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે : અખિલેશે પિતાને બંધક બનાવ્યા છે, કોઈને મળવા દેતા નથી : પ્રમોદ ગુપ્તા

૨૦૧૨ની ચૂંટણીમાં વિજયી બની સપાના વિધાયક તરીકે ઉ.પ્ર. વિધાનસભાના સભ્યપદે રહેલા પ્રમોદ ગુપ્તાએ સપાના સર્વેસર્વા બની ગયેલા અખિલેશ યાદવ ઉપર એવો આક્ષેપ કર્યો છે કે, અખિલેશે તેના પિતાને બંધક બનાવી દીધા છે. કોઈને મળવા નથી દેતો અને કોઈ મળવા જાય તો બહારથી જ કહી દે છે કે, ‘તેઓ સૂઈ ગયા છે, તેઓની તંદુરસ્તી સારી નથી.’

મુલાયમના પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા પછી બીજા જ દિવસે ગુપ્તા પણ ભાજપમાં જોડાયા છે ત્યારે ઉ.પ્ર.ના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે અખિલેશ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘તે તેના કુટુંબીજનોને પણ એક રાખી શકતો નથી.’

અપર્ણા ભાજપમાં જોડાઈ તે અંગે અખિલેશે વાતને રાળી-ટાળી નાખતા એટલું કહ્યું હતું કે તેની અપર્ણા પ્રત્યે શુભેચ્છા હોય જ તે સહજ છે કે, મારા પિતાશ્રીએ તેને સમજાવવા ઘણાં પ્રયત્નો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.

આ બધામાં પ્રિયંકા મૌર્ય, ભાજપમાં જોડાતા કોંગ્રેસની મુંઝવણ વધી ગઈ છે. કારણ કે તેનો ‘પોસ્ટર ફેસ’ સાથે ન રહેતાં મહિલા મતદારોને આકર્ષવામાં મુશ્કેલી પડવાની જ છે.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV