GSTV
Home » News » મોદીને હરાવવા 15મી તારીખે પ્રિયંકા ગાંધી મોદીના હોમગ્રાઉન્ડમાં, કરશે શક્તિ પ્રદર્શન

મોદીને હરાવવા 15મી તારીખે પ્રિયંકા ગાંધી મોદીના હોમગ્રાઉન્ડમાં, કરશે શક્તિ પ્રદર્શન

Priyanka Gandhi mayawati

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી 15મી મેના રોજ પીએમ મોદીના મતવિસ્તાર વારાસણીમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કરશે. રોડ શો પૂર્ણ કર્યા બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજન કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 15મી મેના રોજ પ્રિયંકા ગાંધી સાંજે પાંચ વાગ્યે રવિદાસ ગેટ પાસેથી રોડ શો શરૂ કરશે.

જ્યાંથી આગળ વધીને રોડ-શો અસ્સી ઘાટ, સોનારપુરા, મદનપુરા થઈને કાશી વિશ્વનાથ મંદિર પાસે પૂર્ણ થશે.. રોડ શો પૂર્ણ થયા બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથના દર્શન કરશે. કોંગ્રેસે વારાણસી બેઠક પરથી અજય રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

campaigning for the first phase

ગત ચૂંટણીમાં પીએમ મોદી વારાણસી બેઠક પરથી ત્રણ લાખથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને માત્ર 75 હજાર મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને બે લાખથી વધુ મત મળ્યા હતા.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!