GSTV
Home » News » પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર લડવાની ભૂલ કરી તો જમાનત પણ થશે જપ્ત, ભાજપના ધારાસભ્યની ધમકી

પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર લડવાની ભૂલ કરી તો જમાનત પણ થશે જપ્ત, ભાજપના ધારાસભ્યની ધમકી

Ravindra Jaiswal bjp

ઉત્તર પ્રદેશના વારાણસી ઉત્તરથી ભાજપના ધારાસભ્ય રવિન્દ્ર જયસ્વાલ કહ્યું કે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તો તેમની જામીન પણ જપ્ત થવાની છે. તેમણે કહ્યું કે વિપક્ષ ખાલી કારતૂસ છે. વિપક્ષ પાસે બારૂદ નથી તેમ છતા 500 ખાલી કારતૂસના ખોખા મળી જાય તો પણ ભાજપને કોઈપણ પ્રકારનો ફરક પડવાનો નથી. 

મહત્વપૂર્ણ છે કે આ પહેલા પ્રિયંકા ગાંધી વારાસણી બેઠક પરથી પીએમ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે તેવી અટકળ તેજ બની હતી. જે બાદ ભાજપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. મીડિયામાં પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળ તેજ બનતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ હતુ તે, પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરશે તો મીડિયાને પહેલાથી માહિતી આપવામાં આવશે.

Read Also

Related posts

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur

VIDEO : કોંગ્રેસના અજય સિંહે ભાજપની આ મહિલા સાંસદને કહ્યું ‘માલ’

Mansi Patel