GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

રાજકારણમાં પ્રિયંકાની એન્ટ્રીથી ભાજપને કેટલું નુકસાન? આદિત્યનાથે આપ્યો જવાબ

દિલ્હીમાં સત્તા મેળવવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી નિકળે છે. દરેક રાજકિય પાર્ટી સારી રીતે જાણે છે કે કેન્દ્રમાં સત્તા મેળવવી હોય તો ઉત્તર પ્રદેશની ભૂમિકા મહત્વપુર્ણ છે. સપા-બસપાએ ગઠબંધન કર્યા બાદ કોંગ્રેસ મહાગઠબંધનમાંથઈ એકલી પડી ગઇ હતી. જો કે ત્યાર પછી જ રાહુલ ગાંધીએ યુપી પર ધ્યાન કેન્દ્રિત કરીને બહેન પ્રિયંકાને પૂર્વીય યુપીની કમાન સોંપી હતી. જો કે યુપીનાં સીએમ યોગી આદિત્યનાથે જણાંવ્યું કે પ્રિયંકા ગાંધી માત્ર હવા છે. ચૂંટણી પછી આ હવા ઉડી જશે.

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાત કરતાં જણાંવ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રા રાજનિતીમાં આવવાથી ભાજપને કોઇ અસર નહિ થાય.ગઠબંધન મામલે તેમણે જણાંવ્યું કે તે પહેલા થી જ વિવાદોમાં સપડાયું છે. પ્રિયંકા ગાંધી માત્ર એક હવા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાંવ્યું કે પ્રિયંકા ગાંધી અગાઉ પણ યુપીમાં પ્રચાર કરી ચુક્યા છે. જેનાથી આ વખતે ભાજપ માટે કોઇ નુકસાન નહિં થાય. જનતા જાણે છે કે નરેન્દ્ર મોદીનાં હાથમાં દેશનું ભવિષ્ય સુરક્ષિત છે. 2019ની ચૂંટણીમાં ભાજપને સુવર્ણ તક મળશે અને પાર્ટીની વિજય પતાકા લહેરાશે.

સમાજનો દરેક વર્ગ વિકાસ,સુશાસન અને રાષ્ટ્રવાદ મુદ્દે જાગૃત

રાષ્ટ્રીય સુરક્ષા મામલે વાત કરતા યોગી આદિત્ય નાથે કહ્યું કે સમાજનો દરેક વર્ગ વિકાસ, સુશાસન, અનો રાષ્ટ્રવાદ જેવા મુદ્દા પર જાગૃત છે. યોગી આદિત્યનાથે જણાંવ્યું કે કોંગ્રેસ, સપા-બસપા અને રાજદ-તૃણમુલ જેવા પક્ષો જે કામ ન કરી શક્યા તે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ વાળી સરકારમાં સંભવ થયા છે. યોગીએ કહ્યું કે જે પહેલા અશક્ય હતું, આજે તે શક્ય બન્યું છે. મોદી હૈ તો મુમકિન હૈ. યોગીએ જણાંવ્યું કે અમને વિશ્વાસ છે કે પીએમ મોદીનાં નામ અને કામની લીધે લોકસભા ચૂંટણીમાં ભાજપ જ્વલંત વિજય મેળવશે. તેમણે કહ્યું કે  2014ની ચૂંટણીમાં મોદીનું નામ હતું. 2019ની ચૂંટણીમાં નામ અને કામ બન્ને છે.

74થી વધારે બેઠકો પર ભાજપ જીતશે

યોગીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે યુપીમાં ભાજપ 74 કરતાવધારે બેઠકો પર વિજય મેળવશે. 2014ની ચૂંટણીમાં ભાજપાએ 71 સીટ અને અપના દલે 2 બેઠક મેળવી હતી.

READ ALSO

Related posts

ભારતમાં કોરોના થયો અનલોક, 5 દિવસમાં 45 હજાર નવા પોઝીટીવ અને 1200થી વધુના મોત

Harshad Patel

દેશમાં કોરોના મહામારીમાં બની બેકાબુ, 1000 મોતનો સમયગાળો ઘટીને 4 દિવસ થયો

Harshad Patel

ભાજપ નામના વાયરસે કોંગ્રેસના 15 ધારાસભ્યોનો ભોગ લીધો, કોંગ્રેસને ભાજપ કરતા આંતરિક બળવાનો ગર્ભિત ભય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!