GSTV
Home » News » કૉંગ્રેસનો નવો નિર્ણય: લોકસભામાં PM મોદીની સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે!

કૉંગ્રેસનો નવો નિર્ણય: લોકસભામાં PM મોદીની સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે!

Randeep Surjewala congress

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી પીએમ મોદીને ટક્કર આપવા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધીએ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ આ મામલે સોનિયા ગાંધી અંતિમ નિર્ણય લેશે. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ ઘણા સક્રિય થયા છે. તેઓ સતત કોંગ્રેસ માટે યુપીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે પ્રયાગરાજથી વારાણસી સુધી બોટયાત્રા પણ કરી હતી.

rahul gandhi

આ પહેલા પણ કોંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા ગાંધીને વારાણસી બેઠક પર ચૂંટણી લડવાની અપીલ કરી હતી. જેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ વારણસી બેઠક પરથી ચૂંટણી લડવાની વાત પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી 26મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાના છે. ગત ચૂંટણીમાં પીએમ મોદી પાંચ લાખથી વધુ મતથી જીત્યા હતા. આ બેઠક પરથી પીએમ મોદી વિરૂદ્ધ અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જોકે તેમની ચૂંટણીમાં હાર થઈ હતી.

READ ALSO

Related posts

દિલ્હીની હવા વધુ ઝેરીલી બની, લોકોએ ઘરમાંથી નિકળવાનું કર્યું બંધ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur

ચંદ્રયાન-3ની તડામાર તૈયારી શરૂ આવતા વર્ષે નવેમ્બર સુધીમાં લોન્ચ થશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!