GSTV
Gujarat Government Advertisement

નહેરૂ-ગાંધી ખાનદાનની પરંપરાગત સીટ પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે, પણ….

priyanka gandhi

Last Updated on March 29, 2019 by Alap Ramani

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વીય યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાનો યુપી પ્રવાસ મીડિયા સહિતનાં રાજકિય વિશ્વ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે પ્રિયંકા ગાંધી આજે ભગવાન રામની શરણે પહોંચીને રોડ-શો કરશે. જાણકારોનાં જણાંવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી પોતાનાં પરદાદા પંડિત જવાહરલાલ નહેરૂની પરંપરાગત ફુલપુર સંસદિય બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.

ચૂંટણી લડવાની બાબાતે પ્રિયંકા ગાંધીએ હકારમાં જવાબ આપતા જ અટકળો તેજ થઇ રહિ છે. આ મામલે સ્થાનિક કોંગ્રેસ સમિતીએ પ્રસતાવ પારિત કરીને પાર્ટી હાઇકમાન્ડને જાણ કરી છે. આ પ્રસ્તાવમાં પ્રિયંકા ગાંધીને ફુલપુર અથવા અલાહાબાદ પૈકી કોઇ એક સીટ પરથી ઉમેદવારી નોંધાવવાનો આગ્રહ કર્યો છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આ મામલે નજીકનાં સમયમાં જ સત્તાવાર જાહેરાત કરાશે.

તાજેતરમાં જ તટપૂજા અને મોટા હનુમાન, અક્ષયવટનાં દર્શનની સાથે ગંગાબોટ યાત્રાને પણ ચૂંટણી લડવાની રણનિતી સ્વરૂપે જોવામાં આવે છે. પ્રયાગરાજથી કાશી સુધી વોટર-શો અને રોડ-શોનાં માધ્યમથી પ્રિયંકા ગાંધીએ રાજકિય ચોકઠા ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રિયંકા ગાંધી યુપીના ઇલાહાબાદ સીટ પરથી જો ચૂંટણી લડશે તો અહિં તેમનો મુકાબલો એક સમયનાં યુપીમાં કોંગ્રેસનાં ખાસ નેતા અને વર્તમાન યોગી સરકારમાં મહિલા મંત્રી રીટા બહુગુણા જોષી સાથે થશે. જો બન્ને મહિલા નેતાઓ સામ-સામે ટકરાશે તો કાંટે કી ટક્કર થશે તે વાત નિશ્ચિત છે.

પાર્ટીનાં મહાસચિવ બનાવ્યા બાદ તુરત જ તેમને ફુલપુરથી ચૂંટણી લડાવવાની માગ થઇ રહિ હતિ. આ મામલે પોસ્ટર વોર પણ શરૂ થઇ હતી.જો કે હવે ખુદ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવાની સહમતિ બતાવતા ફરી ચર્ચાનું બજાર ગરમ થયું છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાનાં જણાંવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી ફુલપુર સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

ઉત્તરપ્રદેશની ફુલપુર સીટ સાથે નહેરૂ પરિવારનો જુનો સબંધ છે. અહિંનાં લોકોની ગાંધી-નહેરૂ ખાનદાન પ્રત્યે પહેલાથી જ નિષ્ઠાવાન રહ્યા છે. અત્યાર સુધી આ સીટ પર ગાંધી પરિવારનાં કોઇ નેતાએ દાવેદારી ન નોંધાવતા આ સીટ બિન કોંગ્રેસી પાર્ટીઓ પાસે જતી રહિ છે.

જાણકારોનાં જણાંવ્યા પ્રમાણે જો પ્રિયંકા ગાંધી ફુલપુર સીટ પરથી ચૂંટણી લડશે તો પૂર્વાંચલમાં ચૂંટણીનાં કાંઇક અલગ જ રંગ જોવા મળશે. પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા કિશોર વાષ્ણ્રેયએ કહ્યું છે કે,કોંગ્રેસ પાર્ટીમાં પણ પ્રિયંકાને ફુલપુરથી મેદાનમાં ઉતારવા મામલે મંથન શરૂ કર્યુ છે.  

મહત્વનું છે કે યુપીનાં પૂર્વ વિસ્તાર એવા પૂર્વાચલમાં જ પ્રિયંકા ગાંધીને પ્રભાર સોંપાયો છે. જેમાં કાશી પણ સામેલ છે. તેથી જો પ્રિયંકા ગાંધી માત્ર પ્રચાર નહિં પરંતુ જો ચૂંટણી લડશે તો કોંગ્રેસને મોટો ફાયદો થશે તે વાત નક્કી છે. તેમજ પ્રિયંકાં ગાંધીએ પણ ચૂંટણી લડવા મામલે સહમતિ દર્શાવી છે.

READ ALSO 

Gujarat Government Advertisement

Related posts

ખાનગીકરણ/ આ બેંકોમાં પોતાનો 51%નો હિસ્સો વેચશે સરકાર, જાણો બેંકકર્મીઓ અને ગ્રાહકોનું શું થશે?

Damini Patel

રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી, લોકોએ ઉડાવી મજાક

Damini Patel

એક હજાર લોકોના બળજબરીથી ધર્માંતરણ, અનેક રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનો પોલીસનો દાવો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!