GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

પહેલા શિવની શરણમાં હવે રામનાં ચરણમાં પ્રિયંકા, અયોધ્યાથી ભાજપને ફેંકશે સીધો પડકાર

priyanka gandhi

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારથી યુપીનાં ચૂંટણી પ્રવાસે છે. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનાં મત વિસ્તાર અમેઠીથી પોતાનું જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગત બુધવારે પ્રિયંકા વાયા લખનૌ થઇને અમેઠી પહોંચ્યાં હતાં. ત્યારે એક દિવસનાં પ્રવાસ પછી  ગઇ કાલે તેઓ સોનિયા ગાંધીનાં સંસદિય મત વિસ્તાર રાયબરેલી ગયા હતાં. આજે તેઓ રામજન્મભૂમિ અયોધ્યાની મુલાકાત કરશે.

તમામ રાજકિય પક્ષોની નજર ઉત્તર પ્રદેશ પર કેન્દ્રિત થઇ છે. તેવામાં રાજકિય પંડિતોમાં ચાલતી ચર્ચા પ્રમાણે, કોંગ્રેસ નેતા પ્રિંયકા ગાંધીની અયોધ્યા મુલાકાત પર સૌ મીટ માંડીને બઠા છે. કારણ કે પ્રિયંકા ગાંધી સોફ્ટ હિન્દુત્વ અપનાવતા હોય તેવી રીતે પહેલા શિવની શરણમાં અને હવે રામનાં ચરણમાં પ્રિંયકાં ગાંધી પહોંચ્યા છે. જો કે પ્રિયંકા ગાંધી અયોધ્યામાં રામલલાનાં દર્શન કરવા માટે જશે કે કેમ તે નક્કી નથી.

પોતાની અયોધ્યા મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધી હનુમાનગઢી મંદિરમાં દર્શન કરશે. તેમજ રોડ-શો પર કરશે.  અયોધ્યામાં ત્રણ સ્થળો પર પ્રિયકાં ગાંધી જનસમુહને સંબોધન કરશે.પ્રિયંકા ગાંધી સાડા પાંચ કલાક જેટલો સમય અયોધ્યામાં વિતાવશે. અયોધ્યાનાં કુમારગંજથી પ્રિયંકા ગાંધીનો રોડ-શો શરૂ થશે. આ રોડ-શો અયોધ્યાનાં હનુમાનગઢીમાં સમાપ્ત થશે.

હનુમાનગઢી મંદિરમાં પ્રિયંકા ગાંધઈ પૂજન અર્ચન કરશએ. રોડ-શો અને જનસભામાં સુરક્ષા વ્યવસ્થાને લઇને SPGની ટીમે સમગ્ર રોડ-શો રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. આ સાથે જ રોડ-શોને લઇને કોંગ્રેસ કાર્યકરો સાથે ચર્ચા પણ કરી હતી.

કુમારગંજ,હરદોઇયા,આદિલપુર,નઉવાકુઆં જેવા અનેક સ્થળો પર રોડ-શો અને કાર્યક્રમ સ્થળો પર આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી. શહેરનાં અનેક સ્થળઓ પર પ્રિયંકા ગાંધીનાં સ્વાગતને લઇને પણ આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

READ ALSO 

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!