GSTV
Gujarat Government Advertisement

યુપીમાં પેટાચૂંટણી માટે પ્રિયંકાની નવી વ્યૂહરચના, ભાજપને હટાવવા પ્રિયંકાને ખુલ્લી છૂટ

Last Updated on September 19, 2020 by Mansi Patel

ઉત્તર પ્રદેશમાં ફરી બેઠી થવા મથતી કોંગ્રેસે વિધાનસભાની ૮ બેઠકોની પંટાચૂંટણીમાં દરેક બેઠક માટે ત્રણ-ત્રણ નેતાની પેનલ બનાવીને બેઠક જીતવાની જવાબદારી તેમને સોંપીને નવી વ્યૂહરચના અપનાવી છે. આ નેતાઓને મતવિસ્તારોમાં પહોંચી જવા કહી દેવાયું છે. આ નેતાઓ કાર્યકરો અને સામાન્ય લોકોને મળીને રીપોર્ટ તૈયાર કરશે. આ રીપોર્ટ સીધો  પ્રિયંકા ગાંધી પાસે જશે ને તેના આધારે ટિકિટો નક્કી કરાશે.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રિયંકાને યુપીનાં પ્રભારી બનાવ્યાં પછી તેમણે બ્રાહ્મણ સહિતના સવર્ણોને મહત્વ આપવાની નીતિ અપનાવી હોવાથી કેટલાક મુસ્લિમ નેતાઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ અસંતોષને ડામવા માટે પ્રિયંકાએ દરેક બેઠકની સમિતીમાં એક-એક મુસ્લિમ નેતાને લીધા છે. અલબત્ત બાકીના સભ્યોમાં સવર્ણોની બહુમતી છે.

પ્રિયંકાએ કોંગ્રેસના નેતાઓને ઓછામાં ઓછી બે બેઠકો જીતવાનો લક્ષ્ય પણ આપ્યો છે. યુપીમાં ભાજપ, સપા અને બસપા ત્રણ મોટા પક્ષો હોવાથી કોંગ્રેસ તમામ બેઠકો જીતે તેવી શક્યતા નથી એ વાત પ્રિયંકાએ સ્વીકારી છે પણ બે બેઠકોનો લક્ષ્ય વાસ્તવવાદી હોવાનું કોંગ્રેસના નેતા પણ સ્વીકારે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

SBIના ગ્રાહકો માટે જરૂરી સમાચાર: 1 જુલાઈથી બદલાઈ જશે રોકડ ઉપાડ અને ચેક બૂકના નિયમો, જાણો વિગતવાર

Pritesh Mehta

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા

Bansari

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!