GSTV
Home » News » હાર્દિકની ધરપકડ થતા પ્રિયંકા ગાંધી ભાજપ પર રોષે ભરાયા, હાર્દિકને કહ્યો કિસાનોની ‘લડાઈ લડનારો’

હાર્દિકની ધરપકડ થતા પ્રિયંકા ગાંધી ભાજપ પર રોષે ભરાયા, હાર્દિકને કહ્યો કિસાનોની ‘લડાઈ લડનારો’

હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહ કેસને લઈને હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે. જેને પગલે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટ દ્વારા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરી હાર્દિક પટેલનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે યુવાનો માટે રોજગાર અને કિસાનો માટે હક્કની લડાઈ લડનાર હાર્દિક પટેલને ભાજપ સરકાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજનો અવાજ ઉઠાવ્યો. સમાજ માટે નોકરીયો માંગી, કિશાનો માટે આંદોલન કર્યા.ભાજપ આવા કાર્યોને રાજદ્રોહ કહી રહી છે.

શા માટે કરવામાં આવી ધરપકડ ?

2015ના રાજદ્રોહ કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર ન થવા બદલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની વિરમગામ તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી(સાયબર ક્રાઇમ) રાજદીપસિંહ ઝાલાએ પણ હાર્દિક પટેલની ધરપકડના અહેવાલને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને આગામી 24 તારીખ સુધી જેલમાં રહેવું પડશે. રાજદ્રોહના કેસમાં વારંવાર ગેરહાજર રહેલા હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ ઇશ્યૂ કરાયુ હતું. જે બાદ હાર્દિકની વિરમગામ નજીકથી ધરપકડ કરાયા બાદ જસ્ટીસ ગણાત્રા સમક્ષ રજૂ કરાયો હતો. જજે હાર્દિકને 24 તારીખ સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.

Hardik Patel surat

અગાઊ પણ થઈ હતી ધરપકડ

રાજદીપસિંહ ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્ટે બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરતા વિરમગામ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદમાં પટેલોને અનામત આપવાની માગ યોજાયેલી રેલીમાં હિંસા ફાટી નીકળતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી.

જુલાઈ 2016માં જામીન આપવામાં આવ્યા હતા

હાર્દિક પટેલને જુલાઇ, 2016માં જામીન આપવામાં આવ્યા હતાં. નવેમ્બર, 2018માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો ઘડયા હતાં. પાટીદાર નેતાના વકીલ દ્વારા કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવ્યાની વિરૂદ્ધમાં સરકારની અરજી સ્વીકાર્યા પછી એડિશનલ સેશન્સ જજ ગણાત્રાએ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું.

સરકારે પોતાની અરજીમાં શું કહ્યું ?

સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવામાંથી વારંવાર મુક્તિ મેળવીને હાર્દિક પટેલ કેસની સુનાવણીને વિલંબિત કરવા માગે છે. હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ નિયમિતપણે કોર્ટમાં હાજરી ન આપીને જામીનની શરતોનું ભંગ કરી રહ્યાં છે અને સુનાવણીને વિલંબિત કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

Food Court: શિયાળામાં ચોખાના બદલે બનાવો ધાનની પૌષ્ટીક ‘પંચકોટી બિરીયાની’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!