GSTV
Gujarat Government Advertisement

પ્રિયંકા ગાંધી વાડ્રા સંભાળશે UPની કમાન, નવો ટાર્ગેટ 2022 વિધાનસભા ચૂંટણી

Last Updated on July 15, 2019 by Karan

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હવે આખા ઉત્તરપ્રદેશની કમાન સંભાળશે, વાસ્તવમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પશ્વિમી ઉત્તર પ્રદેશ પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ તેમનું પદ છોડી દીધુ હતુ. એટલા માટે ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની જવાબદારી વધારી દીધી છે. યુપી પ્રદેશ પ્રભારી મહાસચિવ બનાવતા પ્રદેશ કોંગ્રેસમાં ઉત્સાહની લહેર છે. ઘણા પાર્ટી કાર્યકર્તા ટ્વીટર પર પ્રિયંકા ગાંધીને અભિનંદન પાઠવી રહ્યા છે.

priyanka gandhi exit poll

ઉલ્લેખનીય છેકે, 6 મહિના પહેલાં પ્રિયંકા ગાંધીને પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તેની સાથે જ તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ હતી. લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધુ હતુ. તો ઉત્તર પ્રદેશ સહિત દરેક રાજ્યનાં મોટા નેતાઓએ રાજીનામા આપ્યા હતા.

રાહુલ ગાંધીનાં રાજીનામા બાદ પાર્ટીમાં પુનર્ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. એવાંમાં પ્રિયંકા ગાંધીને સોંપાયેલી નવી જવાબદારીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. પાર્ટી કાર્યકર્તાઓનું કહેવું છેકે, એક પ્રભારી મહાસચિવ હોવાને કારણે હવે નિર્ણયો લેવામાં મોડું થશે નગી અને હવે અહીં સંગઠન મજબૂત બનશે.

પાર્ટી માને છેકે, પ્રિયંકા ગાંધીને 2022ની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી 2019 લોકસભા ચૂંટણીમાં હાર માટે પ્રિયંકાને જવાબદાર ગણવી યોગ્ય નથી. પ્રિયંકાએ પણ બેઠકોમાં કહ્યુ છેકે, અમે 2019માં મજબૂતીથી લડીશું પરંતુ અમારું મોટું ફોકસ 2022ની વિધાનસભાની ચૂંટણી છે. પાર્ટીનાં અંદર અમુક લોકો એવા પણ છેજે પ્રિયંકા ગાંધીને 2022માં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદના ચહેરો બનાવવાની માંગ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!