GSTV

જમ્મૂ-કાશ્મીરમાં 1 વર્ષથી સરકારની તાનાશાહી, લોકતંત્રને કચડી રહ્યુ છે ભાજપ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોજનો ઉલ્લેખ કરતાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેઓએ કહ્યું કે સૈફુદ્દીન સોજે લોકતંત્રની પ્રક્રિયાઓને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે, ત્યારે તેમની સાથે કેદી જેવો વ્યવહાર કરીને ભાજપ સરકાર લોકશાહીને કચડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં એક વર્ષથી સરમુખત્યારશાહી જોવા મળી રહી છે.

જે બાદ પ્રિયંકાએ કહ્યું કે હું સરકારને યાદ કરાવવા માગુ છું કે ભારત એક લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ પહેલાં સૈફુદ્દીન સોજે સોમવારે દાવો કર્યો હતો કે તેઓને હજુ પણ ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. હવે તેમના ઘરના દરવાજાને અંદરથી પણ બંધ કરવામાં આવ્યો છે. સોજે કહ્યું કે, સરકારે 30 જુલાઈનાં રોજ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમને છોડવામાં આવ્યા છે પરંતુ સ્પષ્ટ રીતે કહું છું કે સરકારે કોર્ટમાં અને બહાર ખોટા નિવેદનો આપ્યા છે. મેં તે દિવસે જ ખોટા નિવેદનોનું ખંડન કર્યુ હતું પરંતુ સરકાર સતત કારણ વગર જૂઠાણાંઓ ફેલાવી રહ્યાં છે.

સોજના પત્નીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી તેમના પતિને ગેરકાયદેસર રીતે બંધ કરવામાં આવ્યા હોવાનું જણાવી, તાત્કાલિક છોડવાની અપીલ કરી હતી. જેના પર જમ્મુ કાશ્મીર તંત્રએ એફિડેવિટ કરી કહ્યું હતું સોજની ક્યારેય અટકાયત કરવામાં આવી નથી, કે ન તો તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. તેમના આવવા જવા પર કોઈ જ પ્રતિબંધ નથી.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!