GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પીએમ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં પ્રિયંકા ગાંધીનો લલકાર, કહ્યું- ભાજપ અહંકારી

priyanka gandhi in varanasi

પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાં મહાસચિવ બન્યા બાદ પહેલી વખત વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ લલકાર કર્યો. તેમણે અસ્સી ઘાટ પહોંચીને કહ્યું કે પીએમ મોદી પર પ્રહાર કરીને કહ્યું કે ભાજપના નેતા અહંકારી છે. તમણે એમ પણ કહ્યું કે રાજનીતિનો સાચો હેતુ લોકોની સેવા છે. નવજવાનો પાસે રોજગાર નથી. પ્રયાગરાજથી વારાણસી સુધી બોટ યાત્રા દરમિયાન ત્રણ દિવસમાં તેઓ કિનારા વિસ્તારોમાં ગ્રામજનો અને માછીમારો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. બાદમાં વારાણસીના અસ્સી ઘાટ પરથી પ્રિયંકાએ જાહેરાત કરીને કોંગ્રેસ સત્તા પર આવશે તો માછીમારો માટે અલગ મંત્રાલય બનાવાશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ માછીમારો માટે અલાયદું મંત્રાલય બનાવવાની વાત કરી છે.

લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પિત કરી

પ્રિયંકા ગાંધી વાડ્રાએ વારાણસીમાં રામનગરમાં શાસ્ત્રી ચોક પર પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર પુષ્પાંજલી કરી. પ્રિયંકા ગાંધીના આ કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરોએ મોદી-મોદીના નારા લગાવતાં બે જૂથ વચ્ચે હંગામો થયો. કોંગ્રેસે તેનો વિરોધ કર્યો અને બંને જૂથ વચ્ચે મારામારી થઈ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અંદરોઅંદર બાખડી પડ્યા. બંને જૂથમાં ધક્કામુક્કી અને મારપીટ થઈ. જોકે સુરક્ષાદળોએ વચ્ચે પડતાં હંગામો મચાવનારા લોકો ભાગી ગયા. તો બાદમાં ભાજપના કાર્યકરોએ લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું શુદ્ધિકરણ કર્યું.

ગંગા મૈયાની આરતી ઉતારી

ગંગા યાત્રાના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી પીએમ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં રોકાયા હતા. જ્યાં અસ્સી ઘાટ બાદ તેઓ દશાશ્વેઘ ઘાટ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ગંગા મૈયાની આરતી ઉતારી હતી. અને મા ગંગાની પૂજા અર્ચના કરી. તો સાથે હોલીકા પૂજા કરીને ગુલાલ પણ ઉડાડ્યો. દરમિયાન તેમણે રૂદ્રાક્ષની માળી ધારણ કરી હતી.

Read Also

Related posts

જામનગરમાં બિલ્ડર પર ત્રણ શખ્સો કર્યું ફાયરિંગ, આ ભૂમાફિયા સામે નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva

દિલ્હી-NCRમાં ફરી એક વાર આવ્યો ભૂકંપ, આ વખતે નોંધાયા 4.7ની તિવ્રતાના આંચકા

Pravin Makwana

વીમાકવર ધારકો માટે રાહતના સમાચાર, રેગ્યુલર હેલ્થ પોલિસીથી પણ હવે કોરોનાની સારવાર થશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!