GSTV

પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી, પોતાની માતા અને ભાઇને જીતાડવામાં કરશે મદદ

priyanka gandhi

Last Updated on March 14, 2019 by Alap Ramani

પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડે અને ફક્ત પક્ષના પ્રચાર પર ધ્યાન આપશે તેમ સૂત્રોએ આજે જણાવ્યું હતું. આ સાથે જ એપ્રિલ મે મહિનામાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં  ૪૭ વર્ષીય પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવા અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રચાર અને જનરલ સેક્રેટરી તરીકેની પોતાની નવી જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રિયંકા ચૂંટણી લડશે નહીં. 

સૂૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પ્રિયંકા પોતાની માતા સોનિયા ગાંધી અને ભાઇ રાહુલ ગાંધી તેમના મત વિસ્તારમાં મદદ કરશે અને રાજ્યના અન્ય કોંગ્રેસી ઉમેદવારોને જીતાડવાના પ્રયત્નો કરશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી છેલ્લા એક દાયકાથી પોતાના ભાઇ રાહુલ ગાંધીને અમેઠીમાં અને પોતાની માતા સોનિયા ગાંધીને રાયબરેલીમાં જીતાડવામાં મદદ કરી રહી છે. 

જ્યારે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી અને તેમને જનરલ સેક્રેટરી બનાવ્યા ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી તે લોકસભા ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીને જ્યોતિરાદિત્યા સિંધિયાની સાથે ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે. 

એવી પણ અટકળો ચાલી રહી હતી કે સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી બિમાર હોવાથી રાયબરેલીમાં તેમના સ્થાને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. જો કે આ મહિનાની શરૃઆતમાં કોંગ્રેેસે પોતાના ૧૫ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી તેમાં રાહુલ અને સોનિયા ગાંધી બંનેના નામ હતાં.

Related posts

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

Damini Patel

મર્ડર મિસ્ટ્રી: 50 દિવસ બાદ સ્વિટી પટેલ મામલે સચ્ચાઈ સામે આવી, પોલીસ ઈન્સ્પેક્ટરે જ કરાવી હતી હત્યા

Pravin Makwana

SBI એપનો નવો નિયમ: ફટાફટ કરી લેજો આ કામ, નહીંતર કોઈને નહીં મોકલી શકો પૈસા, દરેક ટ્રાંઝેક્શન થઈ જશે ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!